________________
[ ૧૮ ]
પ્રભાવિક પુરુષો : વ્યક્તિ ભેળા શંભુનું સ્મરણ કરતી બહાર નીકળી. નગરમાગે જ્યાં કદમ ભરવા લાગી ત્યાં રાત્રે ભાવેલી મારી ભાવનાને વિનાશ થઈ ગયે. મહામુશીબતે ચણેલી ઈમારત આપોઆપ નજર સામે જમીનદોસ્ત થતી અનુભવી. એકાએક આમ તદ્દન અનેખું કેવી રીતે બની ગયું? તેને ઊકેલ કરી શકાય નહીં.
દેવી પ્રભાવતી રક્તનેત્રે મારા સામું જોઈ રહી. દમામભરી વાણીમાં એક જ પ્રશ્ન તેણીના તરફથી થયો.
ક્યાં છે મારા નિગ્રંથ સાધુ? સવારના પહોરમાં શા માટે તમારા લંગોટીયા ભેખધારીની આ લીલા બતાવવા મને ખેંચી લાવ્યા? જ્યાં સાચે ત્યાગ નથી ત્યાં આવું હોય એમાં શી નવાઈ ! વિષયવાસના પરની મૂર્છા ઊડ્યા વગર સાધુતા ન જ સંભવી શકે. તેથી જ હું તે આપને રેજ શ્રી વીતરાગના ધર્મની–સત્ય ધર્મની વાત સંભળાવું છું.”
માનદ મંત્રી! તે વેળા હું કંઈ જ ઉત્તર ન આપી શક્યા, કેવળ ભેંઠે પડી ગયા. દેવી પ્રભાવતીના વચને મને તીર સમ ખુંચતા છતાં અન્ય પ્રતિકાર ન હોવાથી ગળી ગયે અને તરત જ અમે દંપતી રાજમહાલય તરફ સિધાવી ગયા. મારા મનમાંથી જેન સાધુ એકદમ એક બાવાના વેશમાં આટલા સખત ચેકીપહેરા વચ્ચે કેવી રીતે ફેરવાઈ ગયા એ જાણવાની ઇતેજારી કઈપણ રીતે દૂર ન થયાથી અવસર પ્રાપ્ત થતાં જ ખાનગી રીતે મેં પેલી વેશ્યાને બોલાવી અને દમામથી રાત્રિમાં જે બન્યું હોય તે સાચે સાચું કહેવાની આજ્ઞા કરી. | વેશ્યા બેલી: “મહારાજાધિરાજ ! આપની આજ્ઞા પ્રમાણે મેં સરામાં પહોંચી જઈ, ભલભલા દઢ મનોબળીને પણ મદનને નશે ચઢાવે અને વિહવળ બનાવે તેવા શણગારની સજાવટ કરી, વિવિધ પ્રકારના હાવભાવ આદર્યા. એકાંતને લાભ લઈ