________________
ઉદાયન રાજવું છે
[૧૯૫] કે-સાધુઓના જીવનમાં કાળી બાજુ હોય છે એમ બતાવી ચેટકભૂપની તનયાની શ્રદ્ધામાં ઓટ આણવો.
रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातम् , भास्वानुदिश्यति हसिष्यति पंकजश्रीः । इत्थं विचिंतयति कोषगते द्विरेफे,
हा हन्त हन्त नलिनी गजमुजहार ॥ આ લોકનું તાત્પર્ય એ છે કે–‘કમળમાં બીડાયેલ એક ભ્રમર વિચારે છે કે-રાત્રિ પસાર થઈ જશે અને સુંદર પ્રભાત પ્રસરતાં સૂર્યોદય થશે, કમળની શ્રેણી વિકસ્વર થતાં હસી ઊઠશે. ઇત્યાદિ વિચારમાં તે મશાલ બનેલો છે એવામાં ત્યાં એક હાથી આવીને તે ભ્રમર સહિત કમળને તોડીને ખાઈ ગયો.” આત્મકથા કહી રહેલા ચરમ રાજર્ષિ મંત્રી અભયકુમારને ઉદ્દેશીને કહે છે કે “એ રાત્રે મારી એવી સ્થિતિ વતી રહી હતી કે ક્યારે પ્રાત:કાળ થાય ને દેવી પ્રભાવતીને લઈ એ ધર્મશાળા પ્રતિ પગલાં માંડું અને પ્રત્યક્ષ ઉદાહરણ દેખાડી રાણુને કહું કે-શ્રદ્ધામાં અંધ બનેલી ઓ રાણું ! નિગ્રંથ કહેવાતા ને સાધુપણાનો સ્વાંગ ધરતા ત્યાગીની આ લીલા નિહાળ!”
વળી એ ઉપરાંત ભાર મૂકીને તેને જણાવું કે-જ્યાં આ લીલાની મને જાણ થઈ કે તરત જ એ પર ચેકી પહેરો બેસાડ્યો હતે. બાકી આવું તે ઘણું ય ચાલતું હશે એની કણ નેધ રાખે? આ તો તારા અંધશ્રદ્ધાના પડલ ચીરાય એટલા ખાતર યુ! આવી મારી નિદ્રા પૂર્વેની ભાવના હતી.
પણ જેમ કમળનો કેળીયે હાથીના મુખમાં થઈ જતાં ભ્રમરની તરંગમાળા આપોઆપ વિનશ્વર થઈ ગઈ તેમ મારી સ્થિતિ પણ ધર્મશાળાના કમાડ ઊઘડતાં જ થઈ ગઈ. આખા એ દેહ પર ભસ્મ લગાવેલી અને માત્ર કોપીન ધારણ કરેલી એક