________________
ઉદાયન રાજર્ષિ :
[ ૧૫] એના વહાણમાં હોવા છતાં આ સામુદ્રિક કહે છે કે મારી પાસે દાણ ભરવાનું સાધન નથી. બળજબરીથી પેટી ઉઘાડવા માંડી છતાં ઊઘડતી નથી એટલે થાકીને એના વહાણ પર પહેરો મૂકી, આ સામુદ્રિકને અહીં ઘસડી લાવવામાં આવેલ છે. ” “જાઓ, સત્વર એને મારી સમક્ષ ખડો કરે.”
ચોતરફ બેસુમાર માનવમેદની મળી છે. સારું ય વીતભયનગર જાણે કે અહીં જ એકત્ર થયું છે. ઘણાંના મનમાં તો એ કુતુહળ ચાલી રહ્યું છે કે સાયાંત્રિક આ શું ધંધે લઈ બેઠે છે? એવી તે કેવી પેટી લાવ્યા છે કે જે જેવા સારુ આ જાતને માનવમેળે એકઠો થયે છે? ત્યાં તો એકાદ ઝીણે સ્વર કર્ણપટ પર અથડાય છે કે- આપણુ મહારાજ પણ કેવા! પહેરેગીરોએ દાણના કાયદાનું ઉલ્લંઘન કરનાર આ સાયાંત્રિકને પકડી તેઓના ચરણે ધર્યો ત્યારે એને નશિયત પમાડવાને બદલે રાજાધિરાજે એની હકીકત ઠંડે કલેજે સાંભળી. એમાં રતિભાર શંકા ન ધરતાં નગરમાં દાંડી પીટાવી, આ પ્રકારનો માનવસમુદાય એકત્ર કરવામાં સહાય કરી આપી. અરે ! ચોકીદારોના મુખ શ્યામ પાડવા સારુ જ કેમ ન હોય તેમ એ ત્રણ દમડીના માનવને પિતાની સાનિધ્યમાં ગૌરવવંતું સ્થાન આપ્યું.'
અરે ! સાંભળે, સાંભળે. થાળી પીટીને કહેવામાં આવે છે કે–આ પેટી એ કંઈ વેચવા માટે આણેલી વસ્તુ નથી. એની પાછળ એક વિચિત્ર કહાણ સમાયેલી છે.”
સોદો કરવાના મિષે જે મહાશયે પધારેલા તેમના કર્ણપટ પર ઉપરનો ખુલાસો અથડાતાં તેઓ કિંકર્તવ્યમૂઢ બન્યા. વિચિત્ર કહાણી સાંભળવાનું એક જ કારણ હવે તેઓ માટે માત્ર થોભવા પૂરતું રહ્યું. આમ છતાં સાને મન આશ્ચર્ય તો હતું જ. પેટીનો દેખાવ જ સે કેઈને મંત્રમુગ્ધ કરતો. એની કારીગરીમાં–એના.