________________
[ ૧૮૮]
પ્રભાવિક પુરુષ : “નાથજ્યાં સામાના દિલમાં સ્નેહને લવ સરખે પણ ન હોય, કામનું ચિહ્ન સરખું ન સંભવે, જે સ્થાને કેવળ કચ્છના રણની રેતી જેવી શુષ્કતા ભરી હોય ત્યાં મારા જેવી વેશ્યાના પ્રયાસ પણ નિષ્ફળ નિવડે એમાં શી નવાઈ? ખરેખર એ સાચા ત્યાગી હતા.
મારી એ પ્રકારની સર્વ ક્રિયાઓ વ્યર્થ ગઈ અને એ પરિશ્રમથી મારા અંગેપાંગ એટલા તો ઢીલા પડી ગયા કે ન છૂટકે મારે એક ખૂણાને આશ્રય શોધવો પડ્યો. મેંશ આગળ ભાગવત જેમ નકામું છે અને બહેરા આગળ શંખધ્વનિની કંઈ અસર થતી નથી તેમ આ મુનિ સામે કામકેલીને કે અનંગકીડાને કંઈ અર્થ નથી જ એમ નકકી કરી નવી કંઈ પણ ચેષ્ટા ન આદરવાની મન સાથે મેં ગાંઠ વાળી.'
“હે વેશ્યા! એ તો જાણે એની દઢતાનું વર્ણન થયું, પણ તારા કથન પ્રમાણે એ જેનધમી સાધુ હતા એ જ્યારે ચોક્કસ વાત છે તો, એમાંથી અલેખ જગાવતો લગેટો કેવી રીતે થઈ ગયે? તેં આ સંબંધમાં તેની સાથે બીજી કંઈ વાત તે નથી કરીને? ખરેખરું કહેજે, જે જરા પણ અસત્ય વદવા યત્ન સેવીશ તો યાદ રાખજે કે આજીવિકા તો જશે પણ આ નગરમાં રહેવું ભારે પડશે. આ ઉદાયન ભૂપાળ સામે જેવું બન્યું હોય તેવું અક્ષરે અક્ષર કહી દેવામાં જ જિંદગીની સલામતી છે.'
ગણિકા–“સવીર દેશના માલિક અને મારા અન્નદાતા ! આપસાહેબની હજૂરમાં એક અક્ષર પણ ખા વદવાની મારી નથી તો ગુંજાશ કે નથી તે મારામાં એવી શક્તિ. જેવું બન્યું છે તેવું જ હું કહી સંભળાવું છું
એ ત્યાગના મૂર્તિમંત સ્વરૂપે ફરીથી એક વાર એની ધાર્મિક વિધિ આરંભી. જાણે કે આંગણે આવેલ મહેમાન વિદાયગીરી ન માંગતો હોય અથવા તે ચિરકાળ સુધી જેમની સેવા-સુશ્રુષા