________________
[ ૧૯૨]
પ્રભાવિક પુરુષો : બોલ” ઉદાયને તરત જ ઉત્તર આપતાં જણાવ્યું અને ઉમેર્યું કેતમે જેને લંગોટે ધારો છો એ સાચે જ એક જૈન સાધુ હતા.”
આપ આ શું વદી રહ્યા છે? શું નજરે જોયા છતાં હજુ પણ ભ્રમ સેવે છે? આવી તે મશ્કરી હોય ?”
ના રે ના, આમ ઉતાવળા ન થાઓ.” આમ કહી “હું તારા ધર્મગુરુની નિંદા નથી કરતો. બાહ્ય ચક્ષુએ જે વ્યક્તિને લંગાટા તરિકે જોતી હતી એ જ વ્યક્તિ મૂળ રૂપે એક જિનધર્મની ચૂસ્ત પવિત્ર વિભૂતિ હતી. એણે કેવળ જિનશાસનને વિનાકારણે અસાધારણ કલંકમાંથી બચાવવા સારુ ભસ્માદિથી વિભૂષિત થઈ “બાવાજી”નો સ્વાંગ ધર્યો હતો.
“આપની ગુંચવણભરી વાતમાં મને કાંઈ સમજાતું નથી. જે કંઈ બન્યું હોય તે યથાસ્વરૂપે કહે. કંચન અને કામિનીથી સેંકડો ગાઉ દૂર વસનાર જૈન સાધુ ચંડિકાના મંદિરમાં શા કારણે ગયા ? ત્યાં વળી કુતરાની ચાટ સમી પેલી પૈસાની પૂજારણ કયાંથી જઈ પહોંચી ? સ્વામી! જે હોય તે સ્પષ્ટ શબ્દોમાં કહો. આ કંઈ હાસ્યનો પ્રસંગ નથી. પરમાત્મા મહાવીરદેવની ઉપાસિકા અને બારવ્રતધારી ચેટકભૂપની તનયા પ્રભાવતી ઘડીભર પણ પોતાના ધર્મ પર કલંક નહીં ચઢવા દે. કદાચ કઈ રડીખડી વ્યક્તિ કમસંગે વતભંગ આદરી કુમાગે ગઈ હોય તો એ સંબંધમાં એગ્ય તપાસ કરશે.”
પ્રભાવતીએ ઉદાયન નરેશની વાતને આશય જુદા રૂપે લઈ જઈ આવેશમાં આવી જણાવ્યું.
રાજા –“અરે! પણ આટલો આવેશ શા સારુ ?” ઉદાયને મિત કરતાં ને વાત રંગ પર ચઢાવતાં ઉચ્ચાર્યું અને લંબાવ્યું કે-ક્ષત્રિયાણીને આવે ગભરાટ ન શોભે. અરિહંત