________________
ઉદાયન રાજર્ષિ :
[૧૯૧] પંજ ખડો થયે એમાંથી જેટલી ચોળાય એટલી શરીર પર ચાળીને ઘડીપૂર્વેને જૈન સાધુ જોતજોતામાં બાવાના રૂપમાં ફેરવાઈ ગયા. સધ્યાના આછા અંધકારમાં પધારેલા નિગ્રંથ મુનિ પ્રાત:કાળમાં અહાલેક જગાવતાં દષ્ટિગોચર થયા. એમાં મેં વર્ણવેલ વૃત્તાંત સિવાય અન્ય કંઈ પણ કરામત નથી.”
પારિતોષિક અપાવી ગણિકાને વિદાય કરવામાં આવી તેમ છતાં રાજવી ઉદાયનનું મનોમંથન પૂરું ન થયું. મુનિએ વાપરેલી દીર્ધદષ્ટિ પર એ મુગ્ધ બન્યું. રંભા સમી રમણી અને એકાંત સ્થાન પ્રાપ્ત થયા છતાં કામ પર આધિપત્ય જમાવનાર ત્યાગી પ્રત્યે એને કુદરતી જ બહુમાન ઉભવ્યું. જગતમાં વિલાસને લાત મારી કેવળ પ્રતિજ્ઞાપાલન અર્થે મરી ફીટનાર વીરલા પણ પડ્યા છે. એ વિચારે ભારતવર્ષ ગૌરવવંત ભાસ્યું. સહસા મુખમાંથી–ધનુષ્યમાંથી બાણ છૂટે તેમ-શબ્દ સરી પડ્યા.
એ ત્યાગી સાધુ! સાચે જ તમે જિનશાસન પર મલિન વૃત્તિથી કલંક ચઢાવવા કમર કસનાર મારા જેવાને શિકૂસ્ત આપી છે એટલું જ નહિ પણ, જીવનભર યાદ રહી જાય તેવો બોધપાઠ પણ આપે છે. પાપપંથમાં આકંઠ ભરેલી અંગનાના વિચારમાં પલટો આપ્યો છે અને મારા જેવા મદાંધની–આ ભવ મીઠે માની યથેચ્છ રીતે વિચરનારની-ચક્ષુએ ઊઘાડી નાંખી છે. એ સંત! તમને ધન્ય છે અને એક બે વાર નહિ પણ અનેક વાર પ્રણામ છે.
હં, હં, આવા ધન્યવાદ! સિધુ દેશના સ્વામી, સદાકાળ એ લગોટા ને વેશ્યાના વિચારમાં જ રત રહેશે કે કંઈ રાજના જરૂરી કામો માટે અને પ્રજાના શ્રેય અર્થે સમય કાઢશે? ”
પ્રભાવતીએ કમરામાં પ્રવેશતાં મજાકમાં કહ્યું “દેવી ! એમ ન