________________
રાજર્ષિ કરકંડૂ :
[૧૪] જના નામે પણ ઘણું ધતીંગ ચાલી રહ્યાં છે. એમાં સત્ય, નીતિ કે પ્રમાણિકતા જેવા અણમૂલા ગુણાનું ખૂન થઈ રહ્યું છે; છતાં એ ખૂન કરનારાઓ પોતાની જાતને પવિત્ર માને છે !
મારી જ વાત કહું છું. ચંડાળને ત્યાં જ એટલે અસ્પૃશ્ય ગણાય. કુદરતની કૃપાથી મને રાજ્યલક્ષ્મી પ્રાપ્ત થઈ છતાં મારા તરફ ઊંચ તરીકેનું ગૌરવ લેતાં દ્વિજ-સમુદાયને વિરોધ ચાલુ જ રહ્યો છે. એક જ દલીલ કરવામાં આવે છે કે અસ્પૃશ્ય જાતિમાં જન્મેલે હું રાજા થઈ જ ન શકું. પવિત્રતાનું સંપૂર્ણ સ્વરૂપ બ્રહ્માએ માત્ર બ્રાહ્મણને જ સોંપ્યું છે, પણ મેં મારા ભુજબળવડે એ ભૂદેને ગર્વ તોડ્યો અને “વીમોથા વસુધા' ની ઉક્તિનું રહસ્ય સમજાવ્યું. મારા જેવા સંખ્યાબંધ માનવીઓ કે જેઓ માત્ર જન્મથી જ નીચ ગણાતા હતા અને સમાજથી હડધૂત થઈ રહ્યા હતા તેઓનો ઉદ્ધાર કરી “પવિત્ર આચરણ કરનારા પવિત્ર ગણાય અને અધમ આચરણ કરનારા નીચ ગણાય એ પાઠ મેં પઢા અર્થાત્ ઊંચનીચના ભેદો જન્મઆશ્રિત નહિં પણ કઆશ્રિત છે એ વાત સાબિત કરી બતાવી. આ યુદ્ધને આરંભ પણ મેં એક બ્રિજને વચન આપેલું કે “તું માગે તે ગામ આપવું” તેના પાલન અર્થે કરવો પડ્યો છે. ચંપાપતિ દધિવાહન કે જે મારા કરતાં ઊંચ ગેત્રના આ દુનિયામાં મનાય છે એમને મેં રૂક્કો પાઠવી નમ્રતાપૂર્વક જણાવ્યું કે “તમારું એક ગામ આ રૂકકો લાવનાર દ્વિજને બક્ષીસ આપો અને એના બદલામાં તમે માંગે તે મારું ગામ હું તમને આપું.” વચન પાળવાને ધર્મ કે જેને હું મારા જીવન એટલે જ કિંમતી ગણું છું તે આ જાતની ગોઠવણ વિના બજાવી શકાય તે નથી.” આના જવાબમાં એ રાજવી જણાવે છે કે તારા જેવા શુદ્રને હું રાજા તરીકે સ્વીકારતો જ નથી, ત્યાં એ રૂક્કામાં જણાવેલી
૧ ૦