________________
[ ૧૬૪]
પ્રભાવિક પુરુષો : વીતીને યુવાની આવી, પણ એ સાથે ઘડપણ આવશે એ પણ નિશ્ચિત છે જ. યુવાનીનો દર ખતમ થવા લાગ્યા. જરા રાક્ષસી
એ પોતાની સત્તા જમાવવા માંડી, પુષ્ટ ગાત્રો ગળવા માંડ્યા, નેત્રોમાંથી પાણી ટપકવા લાગ્યું અને હેમાંથી લાળ પડવી શરૂ થઈ. વિશાળ કાયા પર કરચલી પડી. ગોવાળ દૂધ પાવા મહેનત કરે છતાં પૂર્વની માફક ન તે એ બળદ પી શકતો કે ન તે પચાવી શકતો. એક વેળા પ્રખરશીંગધારી ને બળવાન દેહવાળા સંખ્યાબંધ સાઢે જેની સામે ઊભા રહેવાની હિંમત સરખી કરી શકતા નહોતા ત્યાં આજે નાના વાછરડાઓ પણ મસ્તી ખેલતા. એની ચેટ કેટલીયે વાર આ વૃદ્ધ વૃષભને લાગતી. માખીઓનો ગણગણાટ પણ વધી પડ્યો હતો, છતાં શક્તિહીન બનેલો, જરારૂપ ડાકિનીથી પૂર્ણપણે ગ્રસિત થયેલ અને લાચાર અવસ્થાની પરાકાષ્ઠાએ પહોંચેલો આ વૃષભ એ સર્વ સહન કરી રહ્યો હતો. એની અગાઉની સ્થિતિમાં પરિવર્તનનું ચક એવું તો ફરી ચૂકેલું હતું કે એક વાર ખૂદ કરઠંડુરાજવીને પણ ત્યાં આવતાં પ્રશ્ન કરવો પડ્યો કે –“પેલો, મારો પ્રિય વૃષભ ક્યાં છે?”
ગોવાળાએ જ્યારે આ ઘરડા બેલ તરફ આંગળી કરી ત્યારે ભૂપ ઘડીભર તો વિસ્મયતામાં ડૂબી ગયા. “એ તે જ વૃષભ છે અને ઘડપણે તેની આ હાલત બનાવી છે” એમ જ્યારે મજબૂત રીતે કહેવામાં આવ્યું ત્યારે નૃપે એ વાત સ્વીકારી; પણ એને આંચકો એ સજજડ લાગ્યા કે જેમ વેગથી માર્ગ કાપી રહેલા જહાજને એકાએક બરફના પહાડની ચોટ લાગે ને તેની જે દશા થઈ જાય તેના જેવું થયું. રાજવીએ જે આનંદ સાથે ગોકુલમાં પગ મૂકેલો તે આનંદ નીકળતાં ન રહ્યો. હૃદયમાં એક જ મંથન શરુ થયું કે “જ્યારે આવા મદેન્મત્ત વૃષભને પણ રાક્ષસી જરા વળગી પડીને શેષી રહી છે ત્યારે મારું શું? આજે જે દશા એ પ્રાણુની તે જ દશા એક સમયે મારી થવાની ને? આ