________________
રાજર્ષિ કારક
[૧૯૫] રાજ્ય, આ સેનિકગણ, આ મનહર ગાત્રવાળી લલનાઓ અને આ મહેલાતે એ બધામાંથી મને કેણ સધિયારે આપશે ? મારું કષ્ટ કોનાથી કપાશે? “ઝપને ફા”એ જ્ઞાની વાક્ય કેમ છેટું કહી શકાય? છતાં હું હજી પણ મોહનિદ્રામાંથી
ક્યાં જાણું છું? માતાએ સંસાર ઓળખે, પિતાને નહોતો ઓળખાણે તે ઓળખાવ્યા પણ મને એ ક્યારે ઓળખાશે?
હે આત્મન ! જાગ, વિચાર, દષ્ટિ સમક્ષ ભજવાયેલ વૃષભના જીવનરૂપી નાટકને યથાર્થ જોઈ લે, સમજી લે અને સાચી શૂરવીરતા હોય તો નીકળી પડ. કર્મમાં શ્રત્વ ઘણું દાખવ્યું, હવે ધર્મમાં સ્વવીય ફેરવ.”
બસ થઈ ચૂક નિરધાર. રાજપૂતી વચન એ તો પથ્થર પર કેરેલો શિલાલેખ. રાજગઢમાં આવી પોતાનો નિશ્ચય પ્રમદાએને જણાવ્યું. યુવરાજને ગાદીનશાન કરવાની તૈયારીઓ થઈ રહી. અંતરમાં તો ત્યાગની આગ ભભૂકી રહેલી હતી જ, એટલે “ધાવ ખિલાવત બાળ” ની માફક સર્વ ક્રિયાઓ પતાવી. જાતે જ ઉપાધિઓનો સંગ ત્યજી, સંયમને સ્વાંગ સજી, અનગારત્વ સ્વીકાર્યું. પ્રત્યેકબુદ્ધ થઈ, ભૂમિતલ પર વિચરતાં, તારૂપ દમનથી કાયાને દમતાં, સભ્યપ્રકારે યતિધર્મનું પાલન કરતાં, પરિષહ ને ઉપસર્ગોને ઊઘાડી છાતીએ સામનો કરતાં કેટલાય વર્ષો ગાળી, કમરિપુને એવો તો સજજડ ને ચેટ પરાભવ પમાડ્યો કે આજે તે નામશેષ બની ચૂક્યો છે. ચહેરા પર જ્ઞાનપ્રભાના રેખાંકન થઈ રહ્યા છે, તેજસ્વિતાના ઓળા પથરાઈ ચૂક્યા છે, અને શાંતિના એવા તો આંદોલને ગુંજવા માંડ્યા છે કે એ સામે મીટ માંડનાર પ્રત્યેક વ્યક્તિને “આ કોઈ ચમત્કારિક સંત છે” એ સદ્ભાવ ઉત્પન્ન થાય છે. તેમને વધુ સમય આત્મધનમાં અને મનમાં જ વ્યતીત થાય છે.