________________
પ્રિસન્નચંદ્ર ભૂપાળ :
[ ૧૮૧ ] નરેંદ્ર ! એમાં કંઈ આશ્ચર્ય નથી. સમયે સમયે મનના પરિણામે બદલાય છે અને જેવા આત્માના પરિણામો એવી ગતિના દળિયા બાંધે છે.” એમ કહી પ્રસન્નચંદ્ર મુનિના મનમાં ચાલતા સંગ્રામ વેળા કહેલી નરકગતિને અને ટોપને સ્થાને મૂડાયેલું શિર જોતાં બદલાયેલા પરિણામ વેળાની સ્વર્ગગતિનો સમન્વય કરી અંતમાં જણાવ્યું કે
પતે ત્યાગીજીવનમાં છે, અનગાર ધર્મમાં છે–એવો ખ્યાલ આવતાં એ જીવનને રંચમાત્ર પણ ન છાજે એવા વિચાર કર્યો એ બદલ સખત પશ્ચાત્તાપ શરૂ કર્યો. કોને પુત્ર ને કેનું રાજ્ય? એ ભાવ પર આહલેખ જગાવ્યો. અનિત્યાદિ ભાવનાઓના પ્રબળ ધસારાવડે કમ્પકને ધવા માંડ્યો. આત્માને નિર્મળ બનાવ્યા એટલે વિભાવદશા ભાગી ગઈ અને સ્વભાવ દશાનો ઉદ્યોત પ્રગટ્યો. એ જ કેવળજ્ઞાન.” તેથી જ “કર્ભે શૂરા તે ધર્મ શૂરા’ જેવા વચન અસ્તિત્વમાં આવ્યા છે. એટલા સારુ તો કહેવું પડ્યું છે કે-“મન gવ મનુષ્કાળાનું, વાસણમ્ વંધમોક્ષ.”
માનવીનું મન એટલે એની વિચારમાળા જ બંધન કે છૂટકારામાં નિમિત્તભૂત બને છે; તેથી જ મન પર અંકુશ રાખવાની વાત પર અતિ ભાર મૂકવામાં આવ્યા છે.
આમ ભલભલા ભેગીઓ અને રાગદશામાં આકંઠ ભરેલાના આત્મિક કલ્યાણ જોતજોતામાં સધાઈ ગયા.
શ્રીમદ્ આનંદઘનજી ગીરાજે બરાબર જ ગાયું છે કેમન સાધ્યું તેણે સઘળું સાધ્યું ” એ વાત તદ્દન સાચી છે.