________________
[૧૮]
પ્રભાવિક પુરુષ : હૈયાતિમાં એક નાનકડા ઠાકરડા મારા દેશની આવી સ્થિતિ કરે! મારા તનુજને આ રીતે રસ્તાને રખડતે ભિખારી બનાવે !”
આ પ્રકારના વૈરીના નાશમાં એટલી હદે એ લયલીન થઈ ગયા કે જાણે લડતાં લડતાં પોતાની પાસેના સર્વ શસ્ત્રો ખલાસ થઈ ગયા. શત્રુ સામે ફેંકવાનું કંઈ સાધન ન જોતાં તરત જ હાથ માથા ઉપરને લોઢાનો ટેપ લઈ ફેંકવાના વિચારથી માથા તરફ વન્યા. ત્યારે જ શુદ્ધિ ઠેકાણે આવી. હુંચિત મસ્તક ટોપ તો ન આપી શકયું પણ સાચું ભાન કરાવવામાં નિમિત્તભૂત બન્યું. વેશ કે આચાર પણ ભૂલા પડેલાને પાછા વાળવામાં સહાયક થઈ શકે છે એ વાત આ પરથી પૂરવાર થાય છે. લેચ કરેલ માથાએ પતે આજે રાજવી નથી પણ સાધુ છે એ વાતનો સાક્ષાત્કાર કરાવ્યો. તરત જ મન-ભૂમિકામાં વિચાર-સરણું પરિવર્તન પામી. વૈરતૃપ્તિને ઠેકાણે “મારે હવે સંસારની બાબતો સાથે શું સંબંધ” એવા ભાવને સ્થાન મળ્યું. ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવાનું શરુ થયું.
મગધના સ્વામી તરફથી આ જ સમયે પ્રભુશ્રી મહાવીરને પુનઃ પ્રશ્ન પૂછાય. જવાબમાં પ્રભુશ્રીએ જણાવ્યું કે અત્યારે મૃત્યુ પામે તો પ્રસન્નચંદ્ર મુનિ સ્વર્ગે જાય” એ ઉત્તર મળે. આ સાંભળીને શ્રેણિક રાજનું આશ્ચર્ય વધી પડ્યું. પ્રભુશ્રી તરફથી આમ વિચિત્ર ઉત્તરો કેમ મળે છે? એ પ્રશ્નન અંતરમાં ઉદ્ભવ્યા અને આથમ્યુ. એ સંબંધમાં તદ્દન સ્પષ્ટતાથી જાણું લેવાની તમન્ના જાગ્રત થઈ. ત્યાં તો દેવદુંદુભિના સ્વર કર્ણપટ પર અથડાયા.
પ્રભુશ્રીએ ઉચ્ચાર્યું: “ શ્રેણિકરાજ ! તમારા મિત્ર પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાન થયું.”
નાથ ! આપ આ શું વદી રહ્યા છે ? એક વાર નરક, બીજી વાર સ્વર્ગ અને હવે કેવલ્ય ! આ જાતની વિચિત્રતાઓ અને તે પણ આપ જેવાના મુખમાં? ”