________________
પ્રસન્નચંદ્ર ભૂપાલ
“અરે! પણ તમે આમ વ્યાકુળ બની, ખાલી હાથે કેમ પાછી ફરે છો? તમને ગભરાવાનું શું કારણ છે? તમને મારા ભાઈને મેળાપ થયો કે નહીં ?”
અન્નદાતા ! અમ સરખી પશ્યસ્ત્રીઓને-આપ સરખા ભૂપનું જેમના શિરે છત્ર વતે છે એવી વારાંગનાઓને અન્ય ગભરાટ તે શું હોય ? આપે દર્શાવેલા આશ્રમે પહોંચતા જ
ભાવતું હતું ને વૈદ્ય કહ્યું ” એ ઉક્તિ અનુસાર જેમના અંગ ઉપર વકલને પોશાક શેભી રહ્યો છે એવા એક મુગ્ધ કુમારનો. અમને ભેટ થયે. ઇંગિત આકારથી એ જ આપના ભ્રાતા વલ્કલગીરી હોવા જોઈએ એમ ધારીને અમે અમારી માયાવી જાળ બિછાવવા માંડી. અમારા સરખી નારીજાતિને એ કુમારે જ્યારે “તાત” શબ્દથી સંબોધન કર્યું અને હાથ જોડી નમન કર્યું ત્યારે અમને ઉપજેલ કુતુહળને અમે માંડ માંડ રેકી શકયા. કુમારની મુગ્ધતાનો યાને વ્યવહાર અનભિજ્ઞતાનો પારો કેટલી પરાકાષ્ઠાએ પહોંચે છે તેને સહજ ખ્યાલ આવ્યો. અમોએ કુમારને નજીક ખેંચી છાતી સર ચાંપવા માંડ્યો. સાથે લઈ ગયેલ સ્વાદ મેદિક તેની સામે ધર્યા. આમ સ્પર્શ ને રસરૂપી સાણસામાં સપડાયેલ કુમારે, જાણે આજે કેઈ અનેખું દશ્ય ન જોયું હોય તેમ, લલના જાતિના કુદરતી કોમલ સ્પર્શથી પ્રેમાદ્ધ બની, પ્રથમ પ્રશ્ન એ કર્યો કે “તમે સર્વને છાતીના ભાગ પર આ કુંભે શાથી ઉપસી આવ્યા છે?” વળી મોદકની મીઠાશ અનુભવીને બીજો પ્રશ્ન કર્યો કે- આ ફળો કયા આશ્રમમાં પેદા થાય છે?” ટૂંકમાં કહીએ તે, પિતનપુરના સ્વામી! લગભગ યુવા