________________
પ્રસચ્દ્ર ભૂપાલ :
[ ૧૭૧ ]
'
એના શબ્દોમાં કહીએ તેા પાતનાશ્રમ( પેાતનપુર )માં આવવા સારું ઈંતેજાર કરી જ્યાં ચાલવાની તૈયારી કરી ત્યાં દૂરથી ચાલ્યા આવતા સામચંદ્ર ઋષિને જોતાં જ અમારા ગાત્ર ગળવા લાગ્યા. કદાચ રાષમાં આવી જઇ કઇ શ્રાપ આપી દેશે તે ' એ વિચારે અમારા હૃદય એટલી હદે વિહ્વળ બન્યા કે તરત જ અમે આડા માર્ગે નાશી છૂટ્યા. પછી કુમારનું શું થયું તેની કઇ ખખર નથી, પરંતુ નગરદ્વાર પર આવતાં એક રથીના મુખથી સાંભર્યું કે ઋષિના આશ્રમમાંથી એક તદ્દન ભાળા તાપસકુમાર નગરમાં આવ્યા છે. અરે! એનું ભાળપણુ અને અજ્ઞાનતા એટલી હદે ફાલ્યાં છે કે તે માગે નર–નારી આદિ જે કાઇ મળે તેને ‘તાત, તાત ’ કહીને સખાધે છે અને હાથ જોડીને નમન કરે છે. રથમાં જોડેલ બળદોને તે મૃગલા સમજે છે અને મેાદકને ફળ લેખે છે. ”
“ ત્યારે તે! જરૂર તમારી મહેનત લેખે લાગી. એ બધું નગરમાં આવેલ છે તેા હવે સહેજે પત્તો લાગી જશે. ’
તરત જ ચેાતરફ સૈનિકાને દોડાવવામાં આવ્યા. પણ્યલલનાએને પારિતાષિક આપી વિદાય કરવામાં આવી અને ભૂપ પ્રસન્નચન્દ્રે અંત:પુરમાં જવા સારુ આગળ પગલાં ભરે છે ત્યાં તે સૈનિ કાએ વલ્કલચીરી હાથ લાગ્યા માત્રની જ નહિ, પણ એ ઉપરાંત કામલતા વેશ્યાની પુત્રી કામકદલા સહ તેનું પાણિગ્રહણ થઈ ચક્રયાની તેમ જ ત્યાં નિશ્ચિતપણે દ ંપતીજીવનની મેાજ માણી રહ્યાની વધાઇ આપી. રાજવી પ્રસન્નચંદ્રની જે ચિરકાલીન મનેકામના હતી તે આમ ખર આવેલી જોતાં, તેને અતિ આન થયા.
અન્ય સમય હાત તેા વેશ્યાપુત્રીને રાણીપદે બેસાડતાં વિલંબ કરત, એમ કરનાર પ્રત્યે સત્તાને કારડા ફેરવાત; પણ એને સ્થાને આજે તેા વેશ્યાના આદરમાન થયા. અરણ્યના અનિષ્ટ પ્રદેશમાં કેવલ પશુ જેવું જીવન જીવતાં સ્વમ ધવને વેશ્યાએ માનવીજીવનમાં પગલાં ભરાવ્યા હતા. એની તનુજાએ