________________
પ્રસન્નચંદ્ર ભૂપાલ :
[૧૭૩] આશ્રમમાં જન્મથી જ જેને ઉછેરવાનો ભાર વહન કર્યો છે એવા ઋષિ સોમચંદ્રની સ્થિતિ વકલચીરીને અચાનક ગુમ થવાથી અતિ શોકજનક થઈ પડી. સંન્યસ્ત જીવન જેવી નિલેપ દશામાં પણ પ્રેયસી ધારિણીની આ આખરી ભેટ સ્નેહના તારને ગૂઢ રીતે ગંઠી રહી હતી. એટલે જ પીડાની ઉષ્ણુતા વધી પડી. ત્રીજે દિવસે જ્યારે પ્રસન્નચંદ્ર અવનીપતિએ વકલચીરી સંબંધીનો સુખરૂપ સંદેશ આપ્યો ત્યારે માંડ માંડ આ વૃદ્ધે પારાણું કર્યું. આમ છતાં એની સ્મૃતિમાંથી એ કુમાર કદી પણ વિસ્મૃત ન જ થા. સંન્યાસી સેમચંદ્રના એકાંત જીવનમાં એ આશાવાહિનીનો અદૃશ્યપણે ભાગ ભજવી રહ્યો.
રમણીઓ સહ રતિક્રીડામાં, વડીલ બંધુ સાથે કથાકેલિમાં એક સમયના મુગ્ધકુમારે બાર વર્ષ જે લાંબો કાળ પાણીના વહેણ સમ વહેવડાવી દીધો. દરમિયાન ઉભય બંધુઓના આવાસમાં સંખ્યાબંધ અર્ભક કાલું કાલું બોલી ક્રીડા કરતા થઈ ચૂક્યા. દાંપત્યજીવનના અગીય સુખમાં કોઈને પણ સેમચંદ્ર રાષિનો આશ્રમ સાંભર્યો નહીં. ભગવૃત્તિના ઘેનમાં “ઉદય પાછળ અસ્ત’ કિવા “દિન પાછળ રાત” અવશ્ય આવે છે એ સનાતન નિયમને તદ્દન વિસરી ગયા, પણ કુદરતને ઘેર સ્કૂલનાને સંભવ કયાંથી હોય? એની ઘડિયાળ વિના ચાવી ફેરવ્યું નિયત સમય જણાવે છે. તલમાત્ર ત્યાં આઘું પાછું થતું નથી. અચાનક રંગમાં ભંગની પળ આવી ચૂકી. એક ચમકારાથી જ મહના પડલ ચીરાણ અને પુનઃ એ વલ્કલચીરીના કદમ અરણ્ય તરફ થયા. પ્રસંગ સાધી એક નાને બાલુડે લાડ કરતે વકલચીરીના ખોળામાં ચઢી બેઠો. એ તરફ દષ્ટિ ખેંચાતાં જ વલ્કલચીરીને પિતાની શિશુવય યાદ આવી. તરત જ મને મંથન આરંભાયું. એક જ પ્રશ્ન વારંવાર ઉભવવા લાગ્યા કે “જન્મતા જ જેની માતાનું મૃત્યુ થયું છે એવા મને ઉછેરી મેટ કર્યો એવા