________________
પ્રસન્નચંદ્ર ભૂપાલ :
[ ૧૬૯] વસ્થાના આંગણે ઊભા રહેનાર આપના બંધુનું જીવન તદ્દન નિષ્કપટ હતું-જાણે યુગાદિ પ્રભુના સમયને એકાદ યુગલિક ! હદબહારનું ભોળપણું
“ તરત જ તે વેળા અમારી ચક્ષુઓ ભૂતકાળમાં ઊંડી ઊતરી પડી. પિતનપુરના શૃંગારભરપૂર આવાસમાં કીડાકેલી કરતાં અને પાકી વય થતાં માંડ આપ સરખા પુત્રનું મુખ–દર્શન કરવાને જેમને વેગ સાંપડ્યો છે એવા સેમચંદ્ર રાજા અને ધારણ રાણી માતાને જોયા. તે વેળા આપ જ માત્ર સંતાનમાં હતાં. વષો વીતવા છતાં અન્ય પુત્ર કે પુત્રીના પગલા જ નહીં. આશાવંતું જીવન જીવતાં એ દંપતીના કેશે પણ શ્યામ વર્ણ બદલી વેતવણી થવા લાગ્યા. તેવામાં રાણું ધારણને ગર્ભ રહ્યાના આછા ચિહ્ન જણાયા. એકાદ પ્રસંગે સ્વામીના મસ્તકમાં કૃષ્ણ કેશ વચ્ચે એક વેત વાળ જોતાં જ સહસા તેનાથી કહેવાઈ ગયું કે-“નાથ! દૂત આ .” - “સેમચંદ્ર ભૂપને અંત:પુરના આ એકાંત પ્રદેશમાં એકાએક દૂતનો પ્રવેશ અજાયબીભર્યો જણાયે, પણ દૂતરૂપે જરાડાકિનીરૂપ પળીઆના રાણીએ જ્યારે દર્શન કરાવ્યા ત્યારે નૃપને પોતાના પૂર્વજોનો રિવાજ યાદ આવ્યો. વૃદ્ધાવસ્થા આવ્યા છતાં પોતે મેહનિદ્રામાં લીન છે એ જોઈ ગ્લાનિ ઉપજી. વન અદૃશ્ય થતાં જ, રાજ્યવિલાસને તજી દઈ સ્વેચ્છાએ વનવાસ સ્વીકારનાર પોતાના પિતાની તુલનામાં પોતે પંગુ સમાન જણાયા. તરત જ કુમારને રાજ્ય પર બેસાડી વાનપ્રસ્થાશ્રમમાં પગલાં માંડવાનો નિરધાર કર્યો. આ સામે ભાગ્યે જ દલીલને સ્થાન હતું. ધારણું રાણું પણ આગ્રહ કરી રાજવી સહ સિધાવી. મહારાજ ! આપ ગાદીનશીન થયા એ સુવર્ણ દિન પતનપુરની પ્રજા ભૂલી શકે તેમ નથી. વનમાર્ગે સિધાવતાં આપના માતા