________________
.
::
[૧૬]
પ્રભાવિક પુરુષો : એકદા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના ઉદ્યાનમાં રહેલ ચતુર્મુખ યક્ષપ્રાસાદમાં એક અવનવી ઘટના બની અને તેને કારણે કરકે ઉપરાંત નમિરાજર્ષિ, દ્વિમુખ રાજા અને નગઈ રાજવીના જીવનમાં પણ અસાધારણ પલટ થયા. અનાયાસે તે ચારે મુનિઓ જુદા-જુદા દ્વારથી પ્રાસાદમાં પ્રવેશ્યા. કરકંડૂને ખાજની (ખણવાની) ટેવ હતી તેટલા માટે તેઓ સંયમ સ્વીકાર્યા છતાં એક સળી સાથે જ રાખતા અને ઈચ્છાનુસાર ખરજ ખણતા. આ સમયે પણ તેમણે સળીનો ઉપગ કર્યો એટલે દ્વિમુખ મુનિ બોલી ઊઠ્યા કે “રાજઋદ્ધિનો કાંચળીની માફક ત્યાગ કરવા છતાં આ સળીનો ત્યાગ કરી શક્યા નહીં તે શું ?” દ્વિમુખ મુનિનું આ કથન સાંભળી નમિરાજર્ષિ બોલી ઊઠ્યા કે-“હે દ્વિમુખ અનગાર ! સર્વ ચિંતા ત્યજીને સર્વવિરતિ સ્વીકાર્યા પછી આ સળી સંબંધી ચિંતા શા માટે ?” નમિરાજર્ષિ પિતાનું વચન પૂર્ણ કરે તેવામાં નગ્નઈ સાધુપ્રવરે જણાવ્યું કે-“હે ક્ષમાનિધિ નમિરાજર્ષિ! તમે આવા નિંદા-વચનમાં ક્યાં અટવાઈ પડ્યા?”
આ રીતે ચાલતી ચર્ચાના નિમિત્તભૂત પિતાને જોઈ કરકંડ મુનિ સર્વને ઉદ્દેશી બેલ્યા: “હે દેવાનુપ્રિયો! આત્માનું અહિત થાય તેવા કાર્યથી જે નિવારે તે જ સાચો હિતસ્વી ગણાય. દ્વિમુખના કથનથી મને લેશ માત્ર પણ દુઃખ નથી થયું. તેમનું કથન અક્ષરશ: સત્ય છે. એક સળી માત્રને પણ પરિગ્રહ મારે હવે શા માટે રાખવો જોઈએ? ” એ પ્રમાણે કહી પોતે ધ્યાનમગ્ન બન્યા. દ્વિમુખ રાજવીને પણ થયું કે હું ઉપદેશ આપનાર કે? નમિરાજર્ષિના મનમાં વિચાર ક્યો કે-ઉપાલંભ આપનાર હું કોણ ? નગ્નઈ મુનિવરને પણ વિચારણા થઈ કે આ પરસ્પર હિત–વાર્તાને નિંદાની કોટિમાં ખેંચી જનાર હું પણ કોણ ? આ પ્રમાણે પ્રત્યેકના હૃદયપટમાં નવીન વિચાર-સાગર ઉછળવા