________________
[૧૬]
પ્રભાવિક પુરુષો : એ જાણવા સારુ આપણે તેઓશ્રીને અત્રે મૂકી, પુનઃ એક વાર યુદ્ધભૂમિ પ્રતિ દષ્ટિપાત કરે પડશે. સુલેહના દૂત તરિકે સાધ્વીજીએ બજાવેલ કાર્ય, પિતાપુત્રનું મિલન, અવકણિકને રાજ્યકાળ આદિ બનાવો વિલકવા પડશે. એ વૈભવવિલાસને સાપ જેમ કાંચળીનો ત્યાગ કરી નાખે તેમ છોડી દઈ, આ વેશ અંગીકાર કરવામાં નિમિત્તભૂત કણ થયું? એ પણ જેવું જ પડશે. ત્યારે જ આ બદલાયેલી વસ્તુસ્થિતિનો યથાર્થ ખ્યાલ આવશે. ત્યારે જ અંતર્મુહૂર્તમાં ભાવનારૂપી વિદ્યુતશક્તિ કેવું સંગીન પરિવર્તન પ્રગટાવે છે તેનો તાદૃશ ચિતાર નજર સમક્ષ ખડે થશે. એ વેળા જ સમજાશે કે એકાદી નાની ચીજ પણ જીવનપલટો આણવામાં કે ભાગ ભજવે છે. | ચંપાપતિની છાવણીમાં પ્રવેશ કરતાં સાધ્વી પદ્મશ્રી સહજ ઓળખાઈ ગયા. સંયમપથના કષ્ટોએ-કર્મ નિજર અર્થે આચરવામાં આવતા તપ અનુષ્ઠાનોએ, દેહલતામાં કૃશતા આણી હતી છતાં ય મુખ પરની ગુલાબી અને લાવણ્યતા પૂર્વના જેવી જ હતી. એકાદ વાર થયેલ એ ચહેરાના દર્શન પણ સ્મૃતિપટમાંથી ભુંસાવા સહજ નહોતા, ત્યાં આ તો અમુક વર્ષો સહવાસ. સૈનિકગણ એ ભલી રાણીમાતાને કેમ વીસરી શકે? તેઓશ્રીની શોધખેળ પાછળ દધિવાહન ભૂપે ઓછો પરિશ્રમ નહોતા સેવ્યો. મહિનાઓ દુ:ખમાં ગાળ્યા હતા. એ પવિત્ર રમણરત્નનું એકાએક આગમન થતાં જ ઘડી પૂર્વેના ભીષણ ને લડાયક વાતાવરણમાં એકાએક ખુશાલી અને વાયુ કુંકા. ભૂપ દધિવાહનને, પ્રેયસી પદ્માવતી જૈન આર્યાના લેબાશમાં પધારે છે એવા સમાચાર કર્ણપટ પર અથડાતાં, કેઈ નવીન દેશ જીત વાથી જે આનંદ ઉદ્દભવે તેના કરતાં અધિક આનંદ ઉદ્દભવ્ય અને તરત જ પોતાના શિબિરમાંથી બહાર નીકળી સાધ્વીજીની સામે દોડી આવ્યો. પગલે પગલે સૈનિકે દ્વારા પ્રણામ કરાતા