________________
[ ૧૪૮ ]
પ્રભાવિક પુરુષ :
હાથીને અંકુશમાં આણવા કરેલા પ્રયાસ નિષ્ફળ ગયા. ગજરાજ તા કેાઇ વિલક્ષણ ગતિએ દોડવા લાગ્યા. કેટલીય ધરતી આ રીતે અમાએ પાછળ મૂકી અને જો અલ્પ કાળમાં હાથી પર કાબૂ ન રહે તે અન્ય રાજ્યના સીમાડામાં પહોંચવાના ભય ખડા થયા. ભૂપાળે મહાવતને હાથીને અંકુશમાં આણુવા સખત તાકીદ કરી, પણ એનું પરિણામ તે તદ્ન વિપરીત આવ્યું. ગજરાજે જોરથી કૂદકા મારી મહાવતને એક બાજુ ઝાડીમાં ફેંકી દીધા અને જાણે અમેાને કોઇ નિશ્ચિત સ્થળે ઇરાદાપૂર્વક ઘસડી જવા માગતા હાય તેમ દોડવાનું ચાલુ જ રાખ્યું, હવે શું થાય ? આનંદવિહાર માજુએ રહ્યો અને જીવનસંરક્ષણના પ્રશ્ન ઉપસ્થિત થયા. કાઈપણ ઉપાયે એની પીઠ પરથી ઊતરવું રહ્યું, પણ તે અને કેવી રીતે ? એ કંઇ જેવાતેવા પ્રશ્ન નહાતા. આખરે ચ ંપાપતિને એક ઉપાય સૂઝયો. હાથી જે માગે જઇ રહ્યો હતા તે તરફ્ થાડે દૂર વડની વડવાઇઓ લટકતી નજરે પડી. અમે ઉભય એની હેઠળ આવતાં જો એ પકડી લઇએ ને હાથીને એકલે પસાર થવા દઇએ તા પછી સર્વ કંઈ ઠીક થઇ રહે. જેમ ડૂબતા આદમી તરણું પણુ પકડવા જાય તેમ અમે ઉભયે એ ઉપાય અજમાવવાના નિશ્ચય કર્યો. વિચાર કરવાને ઝાઝે સમય પણ નહાતા. વૃક્ષ નીચે આવ્યા. ભૂપે તે ઊછળીને વડવાઇ પકડી પણ હું તેમ ન કરી શકી.
*
અસ પળ વીતી ગઇ ! મનની મનમાં રહી ગઈ. રહ્યાસહ્યા આશ્રય સમા વહાલા પતિને પણ આમ વિરહ થયેા. હાથી તે નિમિત્ત માત્ર હતા, પણ એ પાછળ કાઇ અદૃશ્ય દેવ આ બધી રમત રમી રહ્યું હાય એમ મને સ્પષ્ટ લાગ્યું. ઉપર આભ અને નીચે ધરતી. સ્વપ્નામાં જેમ એક પછી એક બનાવા ખડા થાય ને નષ્ટ થાય તેમ જાતજાતની અટવીએ અને ગીચ ઝાડીએ ઓળંગી ગજરાજ શીઘ્ર ગતિએ દોડ્યે જ જતા હતા. આ