________________
રાજર્ષિ કરકંડ :
[૧૪૭] ઘટે છે કે તું પિોતે ભલે ચંડાલને ત્યાં ઊછર્યો છતાં જન્મથી ચંડાળપુત્ર નથી જ, તારી જન્મદાત્રી હું છું અને એ લોહીના સંબંધથી જ-અંતરના ઊંડાણમાં રહેલા પુત્રસ્નેહથી જ-અહીં ખેંચાઈ આવી છું. સુપુત્રને ધર્મ માતા-પિતાનું બહુમાન સાચવવાને છે. જેનધર્મમાં વિનયને મુખ્ય સ્થાન અપાયેલું છે અને ખૂદ પરમાત્મા મહાવીર દેવે સ્વમાતાની ઈચ્છાનું પાલન કરી એનું ૌરવ દેખાડી આપ્યું છે. તારાથી પણ એ વિનયધર્મનું ઉલ્લંઘન ન થાય એટલા સારુ હું વિકટ માર્ગમાં વિચરી, વિવિધ પરિષહ સહન કરી એનું ભાન કરાવવા આવી છું. હું જાણી લે કે ચંપાપતિ દધિવાહન એ તારા શત્રુ નથી પણ તારા પિતા છે.”
“સાધ્વીમાતા ! આપ આ શું કહી રહ્યા છો? આ વાતના અંકડા મળે જ કેવી રીતે ?”
“રાજન ! તારે વાતના એકેડા મેળવવાના અભિલાષ છે તો પછી એ જીવન કે જેને ઉકેલવાની મારી લેશમાત્ર ઈચ્છા નથી અને જેના પર મેં પડદો પાડેલ છે તેને પુનઃ એક વાર વર્ણવી બતાવવાની મને ફરજ પડે છે એટલે ન છૂટકે ટૂંકમાં જણાવું છું.
ચંપાપતિ સહ કેટલાક વર્ષો વૈભવવિલાસમાં વીતી ગયા. પછી એકદા હું સગર્ભા બની. મને જાતજાતના દેહળા ઉપજવા લાગ્યા. એક અભાગી પળે મને ઉદ્યાનવિહાર કરવાનું મન થયું. તરત જ નેહી પતિ તરફથી એ માટેની યંગ્ય તૈયારી થઈ ચૂકી. અમે દંપતી હસ્તીપીઠ પર આરૂઢ થઈ, થોડા સંરક્ષક સૈનિકે સાથે ચંપાપુરીના ધેરીમાગે થઈ આગળ વધ્યા. હસ્તીની ગતિ પગલે પગલે વૃદ્ધિગત થવા માંડી અને નગરીનો મુખ્ય દરવાજે મૂક્યા પછી તે એ એટલે શીધ્ર ગતિએ દોડવા લાગે કે જાણે અમે આકાશમાગે ઊડી રહ્યા હોઈએ એમ લાગ્યું. અંગરક્ષક સૈન્ય પાછળ પડ્યું, ઉદ્યાન પણ બાજુ પર રહી ગયું અને મહાવતે