________________
[૧૪]
પ્રભાવિક પુરુષો : વાતને અમલ તો કયાંથી જ કરું? આ પ્રકારનો રૂક્કો પાઠવવામાં તે મારું જે અપમાન કર્યું છે તે માટે યુદ્ધ કરવા તૈયાર થઈ જા.”
“પવિત્ર આર્યા! મને કહેશો કે મેં શું ખોટું કર્યું છે કે જેનો જવાબ મને ઉપર પ્રમાણે અસભ્યતામાં આપવામાં આવ્યા? પ્રતિજ્ઞા પાળવા સારુ હેમાંગી વસ્તુ આપીને એક ચીજ લેવી એ શું અધમ છે? છતાં એથી ઊલટું વિનાકારણ, જેના પર ભાગ્યદેવીની કૃપા ઊતરી છે તેને તિરસ્કારના શબ્દ સંભળાવવા એ શું વ્યાજબી છે? ધર્મનું સ્વરૂપ સમજનાર અને એનું પાલન કરવાને દાવો કરનાર પાસેથી આ જાતને વર્તાવ! આ બધાથી મને ધર્મના બાહ્ય દેખાવ પર અભાવ જામ્યો છે, સમાજના ખેટા બંધારણે પર દ્વેષ ઉત્પન્ન થયો છે અને તેથી જ આ યુદ્ધ કેઈપણ હિસાબે મેં લડી લેવાને નિરધાર કર્યો છે. જગતને હું બતાવવા માગું છું કે જેની ભુજાઓમાં વીરતા રમી રહી છે એ જ સાચે વીર છે અને બેલેલા વચનના પાલન માટે જે પ્રાણની પણ કુરબાની કરી શકે છે એ જ સાચો ધર્માત્મા છે.”
રાજવી કરકંડૂ! તારી વાત ન્યાય-તુલાએ તોલતાં સત્ય ઠરે તેવી છે, એમાં કિંચિત્ સંશય જેવું નથી; છતાં મારું હૃદય પોકારે છે કે તારે હજારો અને વિનાશ કરનારા આ ભયંકર યુદ્ધથી હાથ ઉઠાવવા. મેં પ્રથમ જણાવ્યું છે કે અમારી જેવા ત્યાગીઓનું વિનાકારણ આ તરફ આગમન થતું નથી.
રાજન! તું ચંડાળપુત્ર નથી. આજે જે જાતને વતાવ કહેવાતા ઉચ્ચવર્ગ તરફથી અસ્પૃશ્ય તરીકે ઓળખાતા જનસમૂહ પ્રત્યે થઈ રહ્યો છે એ અનુચિત છે એટલું જ નહિ પણ એને જૈનધર્મ જેવા આત્મકલ્યાણકર અને પ્રત્યેક આત્મામાં અનંતશક્તિ સ્વીકારનાર ધર્મના ટેકે ન જ હોઈ શકે. એ સંબંધમાં તારા પ્રયાસો પ્રશંસનીય હોવા છતાં મારે કહેવું