________________
[૧૫]
પ્રભાવિક પુરુષ : આ દત્તપુર નામનું પ્રસિદ્ધ નગર છે, ત્યાં જઈ તમે કઈ પણ આશ્રયસ્થાન શેાધી લેશે.” એમ કહી સંન્યાસી પાછો ફર્યો.
અજાણ્યું નગર, અજ્ઞાત રાજવી ! નારી જાતના સૌન્દર્ય પ્રતિ કામલોલુપ દષ્ટિએ જેનાર પુરુષવર્ગને સંભવ અને મારા સરખી જનવ્યવહારથી તદ્દન અનભિજ્ઞ સગર્ભા રમણી ! આ પ્રકારની વિચિત્રતાઓમાં “ક્યાં જવું અને શું કરવું? ” એ કંઈ જેવી તેવી મુશ્કેલી નહતી. કદાચ “ઓલામાંથી નીકળી ચૂલામાં પડવા જેવું થાય તો ? શિયલ સંરક્ષણનો સવાલ પણ ગંભીર ગણાય.” એટલે કેટલીક મનસ્વી બાંધછોડના અંતે હું પૂછતી પૂછતી સાધ્વીજીના ઉપાશ્રયે પહોંચી. રાત્રિના સમયે એક ભાગમાં નિદ્રાનું સેવન કરવા અર્થે કઈ પણ જાતની પૂર્વ ઓળખાણ વિના માત્ર સ્વધમીબંધુત્વના સંબંધથી મેં આશ્રય મેળવ્યું.
પુત્ર ત્યાંના નિવૃત્તિજનક વાતાવરણે, કેઈ પણ જાતની આધિ, વ્યાધિ કે ઉપાધિવિહુણા એ સાધ્વીમૈયાઓના આત્મચિંતનમાં રતપણાએ:મારા મનનું સુકાન ફેરવ્યું. મને દુ:ખગર્ભિત વૈરાગ્ય ઉપયે. જે સુખ માણ્યું હતું એ હવે રવમમાં પુન: જોવાનો સંભવ ન હતો અને હોત તો પણ એ સંસારત્યક્ત સાધ્વીઓના જીવનમાં જે નિરવ ને ગાઢ શાંતિ નિરખી તે કરતાં વધુ આનંદજનક ન જ નીવડી શકત, એવી મારી દઢ માન્યતા થતાં, નીતિકાએ વૈરાગ્ય કે સંયમને જ એક માત્ર ભય વગરને માર્ગ કહ્યો છે, એ વાતની પ્રતીતિ નેત્ર સામે નિહાળી. બીજી સવારે એ પૂનિત પંથે વિચરવાને નિરધાર કરી હું અમાપ શાંતિથી નિદ્રાનું આસેવન કરવા લાગી. એક વાત હું જાણતી હતી કે–
જેનદર્શનમાં અમુક અયોગ્યતાવાળી સ્ત્રીને સંયમમાર્ગની દીક્ષા અપાતી નથી. એમાં નાના બાળકવાળી ને ગર્ભિણુને સમાવેશ પણ થાય છે. આમ છતાં મેં ઇરાદાપૂર્વક મારી અવ