________________
[૧૫૦ ]
પ્રભાવિક પુરુષો : રવથી ભયંકર ભાસતી અટવી, પક્ષીઓના મધુર કિલકલાટેથી ગાજી રહી હતી. ભીતિના ઓળા અદ્રશ્ય થઈ ચૂક્યા હતા અને એ સ્થાને કાનનઉચિત કુદરતી ઉત્સાહપ્રેરક વાતાવરણ ખડું થવા માંડ્યું હતું.
ડે દૂર એકાદ સુંદર સરોવર દેખાતાં જ મારા ગજરાજે એની ગતિ ધીમી બનાવી. મને પણ લાગ્યું કે એ પાણી પીવા ત્યાં થોભે તો તે દરમિયાન મારે એને સાથ જરૂર છોડી દે એ ઠીક છે. ખરેખર માનવ દૃઢ મન રાખી જે નિશ્ચય કરે છે તે જરૂર ફળવંત થાય છે જ. એની સામે કપરામાં કપરું વિઘ પણ ટકી શકતું નથી તેથી જ “મનુષ્ય ધારે અને પ્રભુ પાર ઊતારે અથવા તો “God helps them, who help themselves.” જેવી ઉક્તિઓ પ્રચલિત બની છે.
ધારણું સાચી પડી. લીલાપૂર્વક ગજરાજે પાણી પીવા માંડ્યું અને સમય પૂર્વે જે જાતની ગાંડાઈનું પ્રદર્શન કરાવેલું તે તદ્દન નષ્ટ થઈ ગયું. સમી પવતી વૃક્ષને આશ્રય લઈ, ધીમેથી હું ઊતરી પડી. આમ એક આફતમાંથી તો સ્વતંત્ર બની પણ, જ્યાં ચોતરફની આગ ભડકી રહી હોય ત્યાં એકાદ દિશાની મુક્તિને શું અર્થ ? દિવસના વધવા સાથે ઉષ્ણતાનું જોર વધવા, લાગ્યું હતું. શ્રુધાને સંતોષવાના ઉપાય પણ શોધવાનો હતો. વળી ગીચ જંગલમાંથી કઈ વસ્તીવાળા પ્રદેશમાં પહોંચવાનું હતું. પગ માટે એ પ્રશ્ન તદ્દન નો હતો, પણ સંગો જ મનુષ્યને મજબૂત બનાવે છે, તેમ મેં પણ એ બધી વિપત્તિઓ વચ્ચેથી માર્ગ કાઢવાને આરંભ કર્યો. સાચે જ “નિમિત્તવાસી આત્મા” એ સૂત્ર ટંકશાળી છે “ A man is the creature of circumstances” એ વાત ખોટી નથી જ.
મેં એક દિશા પકડી ચાલ્યા જ કર્યું. થાકતી ત્યારે થોડીક