________________
[ ૧૪૪]
પ્રભાવિક પુરુષ : હૃદય મરવું કે મારવું એવા ચિંતનમાં પડેલું હોય છે અને જ્યાં રક્તપાતથી ઉદવેગ આવવાને બદલે રાચવાપણું પ્રવર્તે છે ત્યાં તમારા સરખી દયાની દેવી અણધાર્યા પગ મૂકે એ આશ્ચર્ય પૂર્ણ તે છે જ; પણ મારા અનુભવમાં તે આ પહેલા જ પ્રસંગ છે.”
રાજન ! વાત સાચી છે. સંસારના સંબંધને ઠાકરે મારી, કેવલ આત્મકલ્યાણ અર્થે નીકળી પડનારા અને માત્ર પરમાર્થના કાર્યોમાં સ્વવાણીને ઉપગ કરનારા નિર્ચને માટે આ સ્થાનમાં પગ મૂક સંભવતો નથી પરંતુ કેઈ એવા કારણે ઉપસ્થિત થાય છે કે જેથી તેઓના હદય આ તરફ સહજ ખેંચાય છે.”
મારા ભાગ્યે આપ સરખા શાંતિના ફિરસ્તાના દર્શન થયા. આપ સૂચના કરે કે આસેવકદ્વારા ક્યા કાર્યની આપને અપેક્ષા છે?”
“કરકંડૂમારી એક જ સૂચના છે કે તું આ જાતના યુદ્ધથી વિરામ પામ. એમાં અધર્મ છે, જીવને સંહાર છે અને એ ઉપરાંત વિનયધર્મનું ઉલ્લંઘન પણ છે, જે તારા સરખા સુ-સંતાનને કદાપિ શોભતું નથી.”
સાધ્વીમાતા ! આપ બીજું જે કંઈ કહે તે કરવા હું તૈયાર છું પણ રાજધર્મના પાલન અર્થે જે વસ્તુ આવશ્યક છે તે વાત ત્યજી દેવા હું તૈયાર નથી. આપ એમાં અધર્મ દર્શાવે છો એ આપની દષ્ટિએ ભલે વ્યાજબી હોય, પણ જ્યાં એથી પણ અતિ ઘણે અધર્મ વતી રહ્યો છે એવી આ ધરતી પર મેં મારા બાહના સામર્થ્યવડે સત્ય અને નીતિ પાથરવાનો નિરધાર કર્યો છે. આ સંગ્રામ ખેલવાની મારી ઈચ્છા નહોતી પણ એ માર્ગે ચંપાપતિએ મને ફરજીયાત દેર્યો છે.”
પવિત્ર માતા ! આપને એ સંબંધની ખબર નહિં હોય પણ મારે જણાવવું જોઈએ કે આ ધરતી પર ધર્મ અને સમાન