________________
[ ૧૪૨ ]
પ્રભાવિક પુરુષો : કલાકોમાં મારા મનમાં જે મંથન થઈ રહ્યું, એ જ્ઞાની વિના કોણ જાણી શકે તેમ છે? સવાર થતાં હિંમત આણી આગળ વધતાં આપને મને પ્રથમ મેળાપ થયો છે. મારું સુધા-તૃષાનું દુઃખ ભાંગી કઈ યોગ્ય સ્થાને પહોંચાડવા મારી આપને વિનંતિ છે.
તરફ લશ્કરી છાવણીના ડેરા-તંબુ ઠેકેલાં હોવાથી, દૂર સુધી નજર નાંખતાં શિબિરેની હારમાળા સિવાય ભાગ્યે જ બીજું કંઈ દેખાય છે. સૈનિકેની વાતમાં તેમજ દૈનિક ચર્ચામાં ટૂંક સમયમાં શરૂ થનારા ભયંકર અને ભીષણ સંગ્રામ સિવાય બીજું કંઈ સંભળાતું નથી. દિવસ ઊગ્યે શસ્ત્રોની વિવિધ પ્રક્રિયાઓ અને શસ્ત્રોના ભિન્નભિન્ન પ્રવેગ આરંભાય છે અને શત્રુને કેવી રીતે સત્વર પરાસ્ત કરી દેવાય તેના બોધપાઠ અપાય છે. ટૂંકમાં કહીએ તો સારું ય વાતાવરણ લડાઈમય થઈ ગયું છે. ખૂદ ધરતી પણ જાણે લેહી-તરસી ન બની ગઈ હોય એવો ભાસ થાય છે. કાગડા-ગીધ આદિ હિંસક પક્ષીગણના શબ્દોમાં પણ એ જ વાતના પડછંદા પડે છે. - જ્યાં આ જાતની પરિસ્થિતિ વતી રહી છે ત્યાં અહિંસાની દેવી સમી વેત વસ્ત્રધારિણું એક સાધ્વીમાતા, પરિશ્રમથી કલાન્ત થયેલા અને જેમની મુખમુદ્રા થાકથી કિંવા અન્ય કે પ્રકારથી વિષાદમય દષ્ટિગોચર થાય છે એવા, રાજવીની શિબિર પ્રતિ પગલાં માંડી રહ્યાં છે. તેઓ એવી નિર્ભયતાથી ચાલ્યા આવે છે કે એ જોઈ ઘડીભર આશ્ચર્ય થાય. ભલભલા ચંડ પ્રકૃતિના ખગધારી રક્ષકોને પણ તેમની સન્મુખ નજર કરતાં મસ્તક નમાવવું પડે છે. એ સ્વાંગમાં જ જાણે કે કેઈ અજબ જાદુ ન ભર્યા હોય તેમ વિના રેક-ટેકે તેઓ ભૂપાળના મુખ્ય તંબુ પાસે આવી ઊભા રહ્યા અને દ્વારપાળને સૂચના કરી કે