________________
રાજર્ષિ કરક ઝૂ :
[ ૧૪૧ ]
સમાન લેખીને તારા વૃત્તાંત જણાવ કે જેથી એ દુ:ખ એવુ કરવામાં મારાથી બનતા ભાગ હું આપી શકું.
,,
“ પૂજય ઋષિ ! આપની મીઠી વાણીથી મને આશ્વાસન મળ્યું છે. મારું વૃત્તાન્ત જેટલું લાંબુ નથી તેટલું મારા પર અણુધાર્યું આવી પડેલું મારું દુ:ખ લાંબું છે. મારું નામ પદ્માવતી. વૈશાલીના સ્વામી ચેટકરાજની હું... પુત્રી. ચંપાના માલિક રાજવી દધિવાહનની હું રાણી. અમારા લગ્ન થયાને વધારે વર્ષા નથી વીત્યા. અમે। દંપતી તારુણ્યના પ્રણયના અમાપ લ્હાવા લેતાં દિવસે પસાર કરતા હતા. એવામાં હું ગર્ભવતી થઇ, એટલે મને જાત–જાતના દાદા ઉત્પન્ન થવા માંડ્યા. કેાઇ અપશુકનવાળી પળે સ્વામી સહ હસ્તીપીઠ પર બેસી ઉદ્યાન–વિહાર કરવાનુ મન થયુ. પ્રેમીવલ્લભ તરફથી એની પૂર્તિ તુરત થતાં અમે દંપતી જોતજોતામાં અમારા નગરથી કેટલી ય ભૂમિ આગળ વધી ગયા. હાથીની ઉતાવળી ગતિથી સંરક્ષક સૈન્ય પણ પાછળ પડી ગયું. કોઇ પણ પ્રકારે હાથી અકુશથી વશમાં ન આવે અને મહાવતના પ્રહારને અવગણીને આગળ ને આગળ દોડ્યો જ જાય. એ સંબંધમાં શું કરવું? એની મારા પતિદેવને વિમાસણ થઇ પડી. ત્યાં તેા હસ્તીએ જોરથી ઉછાળા મારી, મહાવતને જમીન પર પટકી દઇ અરણ્યના માર્ગે પાગલની માફ્ક ઢાડવા માંડ્યું. મારા સ્વામીએ ઉભયનું જીવન ભયમાં જોઇ, એક દૂર દેખાતા વૃક્ષ તરફ આંગળી કરી મને સૂચના કરી કે એ વૃક્ષ નીચે હાથી આવે કે તરત આપણે ઉભયે અકેકી શાખાને પકડી લઇ વળગી જવું. ઝાડ આવતાં પતિએ સૂચનાના અમલ કર્યો પણ હું તેમ ન કરી શકી. આમ અમારા વિયેાગ થયા. હાથીએ એ પછી તેા કેટલી ય ધરતી ઓળંગી. ભયાનક અટવી મધ્યે એક સરાવર જોતાં એ પાણી પીવા થાભ્યા. એ તર્કના લાભ લઈ સમપના વૃક્ષને વળગી પડી. રાત્રિ ત્યાં જ પસાર કરી.