________________
[૧૪]
પ્રભાવિક પુરુષો : ગુણ પ્રગટ થાય છે. જ્યાં પામરના પગલાં પાછાં પડે છે, જ્યાં નિબળોના ગાત્રે ગળે છે, જ્યાં ભીરુઓ રડવા લાગે છે ત્યાં જ અને ત્યાંથી જ સત્ત્વશાળી સ્વહૃદયબળે આગળ કૂચ કરે છે. જગતમાં એના યશ ગવાય છે. ક્ષત્રીવટને આત્મહત્યા સાથે બારમો ચંદ્રમા છે, તેથી જ આમાની અમરતામાં અતૂટ શ્રદ્ધા ધરનાર જૈનધમી વ્યક્તિ એના પડછાયે પણ ચડવામાં નબળાઈ દેખે છે. જીવનધારી માટે કલ્યાણના રાહો ઓછા નથી.
સમયે સમયે ભાવનાઓ પલટાય છે” એ વાકય આપ્તપુરુષનું છે ને અનુભવસિદ્ધ છે.
અરણ્ય વચ્ચે ઊભેલી રમશું કે જે ઘડીપૂર્વે મરણને વધાવવા તત્પર બની હતી તે એકાએક ઊભી થઈ આગળ ચાલવા લાગી અને આવેગમાં કેટલીય ભૂમિ પરથી પસાર થઈ ગઈ.
કેટલોક માર્ગ કાપ્યા પછી દૂર-દૂર દષ્ટિ ફેંકતાં તેની નજરે એક આશ્રમ પડ્યો. જો કે ક્ષુધા, તૃષા અને થાકથી સારી ય દેહલતા કરમાઈ શ્યામ બની ગઈ હતી અને પગ પણ આગળ વધતાં લથડિયાં ખાતાં હતાં, છતાં આશ્રમમાં પહોંચવાથી જરૂર કંઈ ને કંઈ આશ્વાસન મળશે એ આશારૂપી કિરણે હદયમાં એ તો વેગ ભર્યો કે દૂર દેખાતે આશ્રમ હાથવેંતમાં આવી પડ્યો. - જેમના મસ્તકના કેશ વેતતાની સ્પર્ધા કરી રહ્યા છે અને જેમણે માત્ર કષાય વસ્ત્ર ધારણ કરેલ છે એવા એક વૃદ્ધ તાપસને આશ્રમમાંથી બહાર નીકળતાં આ દુ:ખી અબળાનો ભેટો થયે. તરત જ તેમણે ચાલતા અટકી જઈ, બાઈને આશ્વાસન આપતાં પ્રશ્ન કર્યો કે –“પુત્રી! તું કઈ દુખિયારી અવસ્થામાં આવેલી છતાં કુલિન નારી જણાય છે. તારે કઈપણ જાતના સંકેચ કે ભીતિને જરાપણ ધારણ કરવાની જરૂર નથી. મને તારા પિતા