________________
[૧૩૮]
પ્રભાવિક પુરુષો : મેરુ અને સરસવ, ધનિક અને રંક કિંવા અશ્વરત્ન અને ગર્દભ વચ્ચેની સરખામણી જે ઉચિત હોય તો જ ઉપર્યુક્ત સરખામણ શક્ય ગણાય. એ સર્વ પ્રસંગે સ્મૃતિપટમાં તાજા થતાં–દંપતિજીવનના પ્રણયપ્રસંગે યાદ કરતાં મારી આંખોમાંથી અશ્રુપ્રવાહ વહેવા માંડે છે. મારું હૃદય ચીરાઈ જાય છે!
ધિગ દેવ! આ તે એકાએક શું કર્યું? ભૂખ્યા સામે ઘેબરને થાળ ધરી, એકાએક તેના હાથમાંથી ખુંચવી લેવામાં આવે તેમ મને રાજવૈભવ વચ્ચે ફૂલ-પાનમાં ઉછરવા દઈ, રાજવી ચેટક જેવા ક્ષત્રિયકુલાવત સ પિતાને ઘેર અચાનક ચંપાપતિના મેળાપને વેગ કરાવી, તેઓશ્રી સાથે પાણિગ્રહણરૂપ વિધિવડે દાંપત્યભાવથી જેડી, યથેચ્છ પ્રકારે સંસારી વિલાસમાં છેડે કાળ વિચરવા દઈ, એકાએક આ દારુણ લાત મારી જંગલમાં ભટકતી કરી મૂકી! અરે! એક સમયની મહારાણુને ભિખારણ કરતાં પણ અધમ દશામાં ધકેલી દીધી.
ક્રૂર દેવ તને જરાપણ દયા ન આવી? આ ઈરાદે જે હતો, તે શા માટે વૈશાલીપતિના ઘરમાં જન્મ આપે? રાણીપદથી વિભૂષિત થવા જ શું કામ દીધી? જેને પ્રાસાદની
એકાદી સીડી ઉતરતાં ખમા ખમા કરનાર દાસવંદ હાજર રહેતા, અરે ! જેનો પડ્યો બોલ ઉચકવા સારુ સંખ્યાબંધ સેવકે તૈયાર રહેતા, ખૂદ નરપતિને મન જેનું સ્થાન મૈરવભર્યું હતું, એવી ભાગ્યવતીને આજે કે હુંકાર ભણનાર પણ નજીકમાં નથી ! ક્ષુધાથી દેહ કરમાયા છતાં અને તૃષાથી ગળે કાકડી બાઝયા છતાં નથી તે કઈ અન્ન ધરનાર કે નથી તો કઈ પાછું આપનાર ! ઓ ભગવાન ! આ તે કેવું પરિવર્તન ! ઘડીકમાં કેવા પલટો થઈ ગયે? વેળા વેળાની છાંયડી અથવા તો સુખ પાછળ દુઃખ તે આનું જ નામ ને?