________________
રાજર્ષિ કરકંડૂ :
[ ૧૪૩ ] પિતે રાજવીને મળવા માંગે છે. એ માટે શીધ્ર પ્રબંધ કરે અર્થાત્ ઉચિત અનુજ્ઞા મેળવે.”
યુદ્ધના સમયમાં ચોકી કરનારા દ્વારપાળને બહુ જ સાવચેતી રાખવી પડે છે. શત્રુન્યના માણસો સાધુ-સંન્યાસી વિગેરેના કૃત્રિમ રૂપો ધારણ કરી ક્યાં તો બળમાપણી કરવાના હેતુથી કિંવા દગો રમવાની મલિન ભાવનાથી આવે છે અને એ દ્વારા જીતની બાજી હારમાં ફેરવી નાંખે છે. એટલા ખાતર છાવણમાં સંત, મહંત કે ફકીરને ગમે ત્યાં બેધડક વિચરવાની છૂટ હોવા છતાં એ સંબંધી સખ્ત ચોકસાઈ રાખવામાં આવે છે. જાતજાતના પ્રશ્નો પૂછી તેઓ ક્યા હેતુથી આવેલા છે એને નિશ્ચય કરાય છે.
આમ છતાં આ સાધ્વીમાતાને એવી કઈપણ પ્રકારની આકરી કસોટીમાંથી પસાર થવાની જરૂર ન પડી, એ તેમની મુખમુદ્રા પર રમી રહેલી શાંતિને પ્રભાવ હતો કિંવા તેમણે પરિધાન કરેલા અહિંસા-પ્રચારના સાધનસમાવેશને પ્રભાવ હતો એ કહેવું મુશ્કેલ છે; છતાં એટલું કહેવું બસ છે કે તેઓને રાજવી કરકંડ સમક્ષ માનપૂર્વક લઈ જવામાં આવ્યા અને યોગ્ય આસન પર બહુમાનપૂર્વક બેસાડવામાં આવ્યા.
રાજન તરફથી વિનયપૂર્વક પ્રથમ આ પ્રમાણે પ્રશ્ન કરવામાં આવ્યા કે –
પવિત્ર ધર્મધારિણી માતા ! આપના કદમ આ તરફ શા કારણે થયા છે? આપ સારી રીતે જાણે છે કે જે ધર્મને આપ ઉપદેશ આપે છે અને જે જાતની શાંતિ સ્થાપવામાં આપ અહોરાત્ર મશગૂલ રહે છે એનાથી ઊલટું કરવું અને એમાં માનવતાને પણ ભૂલી જવી એ અત્યારે અમારું કાર્ય છે. મારફાડ ને શેકીને જ્યાં વેપાર ચાલે છે, અહિંસા કઈ ચીડીચાનું નામ છે એ પણ જાણવાની જ્યાં દરકાર નથી, સદાકાળ