________________
રાજર્ષિ કર્ક :
[ ૧૩૯] “શું મૃત્યુ આ કરતાં વધુ ભયંકર છે? શા માટે આવી પરિસ્થિતિમાં જીવતાં રહેવું? દુઃખમાં જન્મીને દુ:ખ ભેગવવું એ જેટલું મુશ્કેલ નથી તેથી અતિ ઘણું કપરું સુખમાં જમી, વૈભવ-વિલાસના શિખરે પહોંચી ત્યાંથી એકાએક દુઃખની ઊંડી ગર્તામાં જઈ પડવામાં છે. જ્યાં કુદરત જ ફરી બેઠી ત્યાં પછી શા સારુ વિલાપ કરતાં જીવન ગાળવું? આત્મહત્યાદ્વારા એને અંત આણો શું છે ?
ત્યાં તો અંતરનાદ થયો. સહજ પ્રશ્ન થાય કે-“આત્મહત્યાદ્વારા જીવનને અકાળે અંત આણનાર તું કેણ? તું કોની તનયા? તારો ધર્મ શું હોઈ શકે ? “દુ:ખ આવે મરણની વાંછા કીધી એ (સંલેષણ) અતિચારનું વાકય અમલમાં મૂકવા સારુ નથી પણ એમ કરતાં અટકવા માટે છે. વિચાર કર. કમરાજના પ્રપંચમાં કોના ના ઊંધા નથી વળ્યા ? એથી ગભરાનાર આત્મા કેવી રીતે ઊગરી જવાનો? ચેટક ભૂપ જેવા પ્રબળ ક્ષત્રિયની પુત્રી આમ સંકટોથી ગભરાઈ, એકાદ મૂઢ અબળાની માફક પ્રાણ વિસર્જન કરવાનો વિચાર કરે? એ સાથે ગર્ભમાં રહેલ એકાદ અન્ય જીવન પણ નાશ થવા દે? જેના પિતા રાજવી છતાં જૈન ધર્મની અહિંસાના પૂજક છે અને જેમના ઘરમાં આબાલવૃદ્ધ સૌને બાળપણથી જ જૈન ધર્મના ઉમદા સંસ્કાર આપવામાં આવે છે, એવા પ્રસિદ્ધ કુટુંબની એક રમણું માત્ર કર્મ જનિત આપત્તિથી અકળાઈ, અજ્ઞાનજન્ય ચેષ્ટા આદરે એ શું ઉચિત છે? એ કાર્યથી જગતમાં જૈનધર્મની કેવી વાતો થાય? જૈનત્વના સાચા ઉપાસક માટે આવું વર્તન શોભાસ્પદ કેમ ગણી શકાય?”
દુઃખનું આગમન થાય ત્યારે જ સત્ત્વશીલ મનુષ્યની કસોટી થાય છે. અગ્નિમાં પૂર્ણ પણે તપાયા પછી જ સાચા સુવર્ણની પ્રતીતિ થાય છે. સુગંધીદાર ચંદન બળતાં બળતાં જ ચેમેર સુવાસ પ્રસરાવે છે. આમ કણોની પરંપરા પ્રાપ્ત થતાં જ સત્વ