________________
મેતાર્ય :
[૫૩] એક ન્યૂનતા હતી અને તેથી જ તેઓ સદા વિષાદમાં રહેતાં હતાં. તેમને બચ્ચાં થતાં પણ જીવતાં નહિ અને નારીજાત માટે આ કંઈ જેવું તેવું કષ્ટ ન ગણાય. આ તો મુખમાં પડતો કોળીયા કોઈ ઝડપી લે અને ક્ષુધાતુરને જે દુ:ખ ઉપજે તેના જેવી સ્થિતિ!
જ્યારે મારા જેવી એક ક્ષુદ્ર જાતિની નારી સાથે સ્નેહ બંધાયો અને પિતાના મર્મની વાત પ્રગટ કરી ત્યારે મને પણ લાગ્યું કે આ કષ્ટ મારે દૂર કરવું જ ઘટે. મેં કહ્યું: “ભાનુમતી બાઈ ! તમે જરા પણ મુંઝાશે નહીં. જેમ તમને ગર્ભ રહ્યો છે તેમ હું પણ બે જીવવાળી છું. પ્રભુ કરશે તે મને પુત્ર પ્રાપ્ત થશે એમ ચિહ્નો પરથી જણાય છે અને જે તેમ બનશે તો એવી ગુપ્ત રીતે તે તમને મેકલાવીશ કે કેઈના પણ જાણવામાં નહીં આવે. તમને જે મરેલું સંતાન પ્રાપ્ત થાય છે તે મને મેકલજે. અમારું જીવતર તમારા સરખું મહત્તાભર્યું નથી. જે તમારી પીડા ટળતી હોય તો એ સાહસ હું જરૂર ખેડીશ, માટે તમે નિરાશાને દેશવટો દઈ સદા પ્રફુલ્લિત રહો.” - “બહેન ગંગી ! ભલે તું દુનિયાની દષ્ટિએ નીચ કહેવાતી હો, છતાં મારા માટે જે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે એ જોતાં સખી માટે પ્રાણ પાથરનાર વ્યક્તિ સદશ તારું જીવન જરૂર ઊંચા પ્રકારનું કહી શકાય. પુત્રસ્નેહ તજ હેલો નથી.'
હરિ! આ અમારી સમજુતી. કુદરતે ધાર્યું હતું તેવું જ સરજાવ્યું. પુત્રનું મુખ જોઈને મને પણ અપાર આનંદ થયે, છતાં પ્રતિજ્ઞા-વચનભંગ કેમ થવાય? તરત જ ગુપ્ત રીતે મેં એને ભાનુમતી શેઠાણુને ઘેર મોકલાવી દીધું. જગતે એ વાત નજ જાણી. હજુ પણ એ સત્ય અંધારા હેઠળ જ દટાયેલું છે. મારો પુત્ર છતાં વણિકુળમાં પોષાય એટલે આજે તે ખાનદાન ગણાય. મેટા મેટા આઠ શેઠીઆના કુલીન ઘરમાં એનું