________________
દશાર્ણભક :
[૧૨૫] મેવ પંટિનમ્ ! એ સૂત્રથી નૃપતિ દશાર્ણભદ્ર સારી રીતે માહિતગાર હોવાથી પ્રજાને દુઃખકારી થાય એવો એક પણ કર તે લેતો નહોતો એટલું જ નહિ પણ જનતાની સુખાકારી જળવાય, વેપાર-વાણિજ્યની વૃદ્ધિ થાય અને નાગરિકની સમૃદ્ધિ વિપુળતાને ધારણ કરે એ અર્થે દરેક જાતની સગવડ કરી આપતે. ત્રિકાળ જિનપૂજન કરનાર આ રાજા, જેટલી ભક્તિ પ્રભુ પ્રત્યે દાખવે છે તેટલી માનવકલ્યાણમાં પણ દર્શાવે છે. પુ મૈત્રી અને શિપુ ડુ પરત્વનું એ એને મુદ્રાલેખ હતો.
જે રાજાની જનતાના કલ્યાણમાં આ પ્રકારની મનોકામના છે એની પ્રજા, રાજવીની આજ્ઞાને દેવતુલ્ય માની, અમલ કરવા તત્પરતા દાખવે એમાં આશ્ચર્ય પણ શું ?
પિતાશ્રી ! જેમના આગમન નિમિત્તે છેલ્લા સાત દિવસથી જાતજાતની તૈયારી કરાવી રહ્યા છે, જેમને માટે અવારનવાર સમાચાર મેળવતા રહે છે અને હમણું જ જેમના આગમનની વધામણી ઉદ્યાનપાળ આપી ગયા ને તેને આપે ઉદારતાથી મુકુટ સિવાયના અંગ પરના સર્વ અલંકારનું દાન કર્યુ-એ વિભૂતિ કોણ છે? મેં પૂર્વે દશાર્ણપુરમાં રાજા-મહારાજાના સામૈયા જોયા છે તેમ કેટલાયે સંત-મહન્તોથી આપણી આ ધરતી પાવન થતી નિહાળી છે; છતાં આપ અત્યારે જે એકલીનતા દાખવે છે તેવી પ્રખર એકતારતા પૂર્વે કઈ વાર દીઠી નથી.”
“ રાજકુમાર ! તારે પ્રશ્ન વ્યાજબી છે એટલું જ નહિ પણ તેં જે અનુમાન દોર્યું છે તે સાચું છે. મારું મન જ કેવળ સાક્ષી છે કે આ વેળા મારા હૃદયમાં કેવા ભાવે રમણ કરી રહ્યા છે. આજે જેમનું આગમન થયું છે એ સંતની વિલક્ષણતાને પાર નથી. તેમને જન્મ હજારોના કલ્યાણમાં કારણભૂત બન્યા છે. અમીરીમાં જન્મ્યા છતાં તેમણે ફકીરી સ્વીકારી,