________________
દશાર્ણભદ્ર :
[ ૧૩૩] ગણમાં ઇંદ્રજાળ-દેવમાયા, કિંવા દેવતાઈ માન્યતાના અતિઘણા આદર આજે પણ થઈ રહ્યા છે–અસ્તુ
સધર્મ ઈંદ્ર જે ઋદ્ધિના સર્જન કર્યા એને ઉલ્લેખ શાસ્ત્રમાં કહ્યા મુજબ જણાવતાં પૂર્વે એક વાત સ્પષ્ટ કરી લઈએ કે એમાં અતિશક્તિ જેવું કંઈ જ નથી. કેટલીક વાર જે વસ્તુ આપણું જમાનામાં આપણું નજરે બનતી નથી, દેખાતી નથી તેથી કઈ અન્ય સમયમાં પણ નહોતી જ બનતી એમ માનવું એ સમજશક્તિની નબળાઈ બતાવવા બરાબર છે. કાળચકનું પરિવર્તન ચાલુ જ હોય છે, એમાં અવનવા બનાવો બનતાં જ રહે છે; માટે એકાંત મંતવ્ય પકડી બેસવામાં બુદ્ધિમત્તા નથી. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ અને ગુણપયાનું યથાગ્ય અવલોકન ને તેલન કરવામાં આવે તો સર્વ બાબતોના આંકડા સહેલાઈથી સાંધી શકાય તેમ છે. એ માટે જિજ્ઞાસાવૃત્તિ ને શ્રદ્ધા જરૂરી છે. અહીં તે વૈકિયશરીરધારી દેવની વાત છે. તે ધારે તેવાં રૂપો સજી શકે છે અને જોતજોતામાં તેને વિણસાડી પણ શકે છે. એ દષ્ટિબિન્દુ નજર સામે રાખી નિગ્ન લખાણ વાંચતાં વર્ણનનો સાર જલદી સમજી શકાશે.
શાસઠ હજાર હાથી વિમુર્થી. એ દરેક હાથીને પાંચસો બાર મુખ, પ્રત્યેક મુખ પર આઠ આઠ દસ્તૂશળ, દરેક દન્તુશળ પર આઠ આઠ વાવડીઓ, પ્રત્યેક વાવડીમાં આઠ આઠ કમળો, દરેક કમળમાં વચ્ચે કર્ણિકા, કણિકા પર ઈન્દ્રને બેસવાને સારુસિંહાસન
જ્યાં ઈન્દ્ર મહારાજ પોતાની મુખ્ય આઠ ઈન્દ્રાણુઓ સહ વિરાજે છે. કમળના પાંદડાની સંખ્યા પણ નાનીસૂની નહીં. એકેક લાખ પાંદડા અને પાંદડે પાંદડે દેવતાઈ બત્રીશ પ્રકારના નાટકે પ્રવતી રહ્યાં છે. આ પ્રકારની દેવતાઈ રચના, કલ્પનામાં પણ ન ઉતરી શકે એવી શકેન્દ્ર સજીને આકાશમાર્ગેથી ઉતરતી, સમવસરણ સમિપમાં ઉપસ્થિત થતી બતાવી. શાસ્ત્રકારે ઉપરોક્ત વર્ણનમાં