________________
દશાર્ણભદ્ર ?
[ ૧૩૧ ] સમવસરણ નજીક આવતાં ભૂપાળ દશાર્ણભદ્રે અંબાડીને ત્યાગ કરી હાથી પરથી નીચે ઉતરી પંચાભિગમપૂર્વક પ્રભુશ્રીના સમવસરણની પાવડીએ ચઢી, શ્રી મહાવીર દેવની ત્રણ પ્રદક્ષિણ કરી નમસ્કારપૂર્વક પર્ષદામાં ઉચિત સ્થાને બેઠક લીધી. દેવદેવીઓ અને નર-નારીઓના આવાગમન ચાલુ થઈ ચૂક્યા હતા. સધર્મ દેવકના સ્વામી શકેંદ્રના આગમનની ઘડીઓ ગણાતી હતી. રાજવી દશાર્ણભદ્રની ચિરકાળસંચિત અભિલાષા આજે પૂર્ણતાને વરી ચૂકી હતી. અંતરમાં એ જ વિચારણા ચાલી રહી હતી કે આજે જેવી રીતે સર્વ પ્રકારની દ્ધિસિદ્ધિ (સામગ્રી) સહિત પ્રભુશ્રીને મેં વાંદ્યા છે તેવી રીતે કઈ દેવોના સ્વામી ઇન્દ્ર અથવા તો નૃપતિઓના સ્વામી ચક્રવત્તીએ અદ્યાપિ સુધી વાંદ્યા નથી અર્થાત્ મારા સરખી અતુલ ભક્તિનું પ્રદર્શન કેઈના તરફથી કરવામાં આવ્યું નથી.
હૃદયગત આ અહંભાવ વિશિષ્ટજ્ઞાની સિવાય કોણ જાણી શકે? ભક્તિના પવિત્ર ગંગાજળ સાથે ખાબોચિયાના દુધી પાણીનો યોગ થઈ રહ્યો હતો! ઘી જેવો પુષ્ટિકારક પદાર્થ વારંવાર પાણીથી ધોવાય તો ઝેરરૂપે પરિણમે છે એવું કાર્ય દશાર્ણદેશના રાજવીના સંબંધમાં બની રહ્યું હતું. નિ:સ્વાર્થ સેવામાં અભિમાનની કાલિમા પ્રવેશ પામતી જતી હતી. મેં કર્યું એ જરૂર ઉત્તમ છે છતાં એ આત્મકલ્યાણ અર્થે જ હતું, એ ભાવને સ્થાને “મારા જેવું કેઈએ કર્યું નથી” એ જાતને અહંભાવ જેર કરતાં સારી ય પરિસ્થિતિ બદલાઈ જતી હતી. પ્રાકૃતજનો પ્રથમ દર્શને કદાચ એમાં રહેલ અભિમાનવૃત્તિ ન જોઈ શકે, છતાં વિચક્ષણ અને માટે એ વાત હાનિકર્તા પૂરવાર થઈ ચૂકી છે. દશાર્ણ દેશના માલિકમાં અભિમાને ઘર કર્યું હતું, ઋદ્ધિના મળે આસન જમાવ્યું હતું. એ મદે જ “મારા જેવું કેઈએ કર્યું નથી” એ વિચારને જન્મ આપ્યો હતો.