________________
[૧૩૦]
પ્રભાવિક પુરુષો : આ જાતના અતિ વિશાળ વરઘોડા કે સરઘસનો ચિતાર આબેહૂબ દોરવાને સારુ કઈ કલ્પનાશીલ કવિની કલમ જોઈએ અથવા તો વર્ણનકારની ચપળ વાચાની આવશ્યકતા મનાય. એ છતાં ય નજરે નિરખ્યા સિવાય એનો પૂર્ણ ખ્યાલ તો ન જ આવી શકે. કથાકારના શબ્દોમાં કહીએ તો એ વરઘોડામાં અઢાર હજાર સુંદર રીતે અલંકૃત કરાયેલા હાથીઓ, ચોરાશી લાખ ઘોડાઓ, એકવીશ હજાર રથ, એકાણું કરડ પાયદળ, પાંચસો સુખાસન કે જેમાં મંડલિક રાજાએ પોતપોતાના પરિવાર યુક્ત વિરાજેલા છે. આ ઉપરાંત અંત:પુરની રમણીઓ અને તેમને પરિવાર, વિશેષમાં નગરના આગેવાન–શેઠ શાહુકારો પોતપોતાની ત્રાદ્ધિને છાજે તેવી રીતે આજના પ્રસંગને શોભાવતા નગર બહાર આવેલા દશાર્ણગિરિ સન્મુખ પ્રફુલ્લિત વદને આગળ વધી રહ્યા છે. નરનારીના ટોળે ટોળાં અટારીઓ પર ચઢી, અથવા તો માર્ગો પર ખીચોખીચ ઊભા રહી આ અદ્વિતીય દશ્યને–આજના આ મહામૂલા વરઘોડાને–અભૂતપૂર્વ સ્વારીને-નિરખી હર્ષારોથી ગગનતળને ગજાવતા અને સર્વ પાછળ ચાલી રહેલા વૃદમાં ભળી જઈ, સંખ્યામાં વૃદ્ધિ કરતા, પુરના વિસ્તૃત પાને સંકુચિત બનાવતા, “સાંકડા રે ભાઈ પર્વના દહાડા” એ ઉક્તિનો સાક્ષાત્કાર કરાવતા હતા.
દશાર્ણગિરિ પર પ્રભુભક્ત દેવો તરફથી સમવસરણની મનેહર રચના થઈ ચૂકી હતી. રજતના દેદીપ્યમાન પ્રાકારોથી, કનકના ઝળહળતા દ્વારેથી અને મણિરત્નોના તેજસ્વિતા વિસ્તારના કાંગરાઓથી શોભતા ગઢમાં પાદપીઠ યુક્ત સિંહાસન પર વિરાજમાન પરમાત્મા શ્રી મહાવીર દેવને દૂર-દૂરથી સૈા કોઈ જોઈ શકતા. એ શાંત મને હર મુદ્રાના દર્શનથી કેઈ અનેરી-અનુપમ-અકથ્ય શાંતિ હૃદયમાં પથરાઈ જતી. અગાધ આત્મિક લક્ષ્મી પ્રાપ્ત કરનાર મહાત્ વિભૂતિને એ પ્રભાવ હતો.