________________
દશાર્ણભદ્ર :
[ ૧૩૫] વડે જેઓ ત્રણે જગતના ભૂત, ભાવી ને વર્તમાન ભાવ જાણું શકે છે તેઓ ભૂપના અને પ્રદેશમાં ચાલી રહેલ મંથન જોઈ,
સ્વદેશનાનું સુકાન એવી રીતે ફેરવ્યું કે સૈ કેઈએ એને પિતપોતાની સમજ અનુસાર પિતાપૂરતું માની લીધું. છતાં એથી રાજવીના હૃદયમાં તે દઢ ને સચોટ છાપ જ પડી ગઈ.
ભગવાન માલકોશ રાગમાં ઉપદેશ સુણાવે છે. તેઓશ્રીની ભાષા અર્ધમાગધી હોય છે. આમ છતાં દેવતાઓ એને પિતાની દેવી ભાષા તરીકે સમજે છે. મનુષ્ય માનવ ગિર તરિકે લેખે છે, અને તિર્યંચો પોતપોતાની બેલી તરિકે અવધારે છે અર્થાત્ એમાં એવી અતિશયતા છે કે જેથી શ્રોતાઓ પોતાની ભાષા જેટલી સુલભતા ને સરળતાથી સમજે છે તેટલી જ એ વાણીને સમજે છે.
સારી ય દેશનામાંથી જાણે સારરૂપ ન હોય એમ પ્રભુશ્રીનું નિગ્ન વાક્ય દશાર્ણભદ્રને અતિશય ગમી ગયું.
જ્ઞાનવાનને–સમજુને જે જે કારણે અન્યને આશ્રવ યાને કર્મબંધના નિમિત્તરૂપ હોય છે, તે તે કારણો સંવર યાને કર્મોને ત્યજી દેવાના (નિર્જરાના) સાધનરૂપ બને છે. એમ બનવામાં આત્મામાં રહેલ સમ્યગજ્ઞાન વિશેષ ઉપકારી હોય છે. તેથી જ જ્ઞાનને “સકળપદાર્થપ્રકાશક” કહી એનું બહુમાન કરવામાં આવ્યું છે. માટે જ કહેવામાં આવ્યું છે કે “લેકોલોપ્રકાશકર, જ્ઞાન એક પ્રધાન’ એક જ લગની લાગી કે ભક્તિના મિષે જે કાર્ય આદરેલું અને એમાં મદ ભરાઈ જવાથી જે વિષમિશ્રિત દૂધ જેવું દોષિત બની ગયું અર્થાત્ જેનાથી લાભને બદલે હાનિ થઈ એ હવે સુધારી કેમ શકાય? ભગવાન કહે છે કે દોષના કારણોને પણ સાચો વિદ્વાન ગુણના સાધનોમાં પરિણમાવી શકે છે, તો શા સારુ હું એ કિમિયો ન અજમાવું? પ્રભુના સાનિધ્યથી એ જાતનું સમ્યગ જ્ઞાન મને કેમ ન લાધે ? આત્માની શક્તિ જ્યારે