________________
[ ૧૩૪ ]
પ્રભાવિક પુરુષ : જે જે વસ્તુઓ દર્શાવી છે એ સર્વને સરવાળે પણ સાથે જ દર્શાવેલો છે. એ લંબાણ અત્રે ઈષ્ટ ન ધારી છોડી દીધેલ છે, પણ એ સર્વનું તાત્પર્ય એટલું જ અવધારી શકાય છે કે એવી સમૃદ્ધિ સહિત આકાશમાં રહીને તીર્થ પતિને વંદન કર્યું કે એ જોતાં ભૂપાળ દશાર્ણભદ્ર તે આ જ બની ગયે. જાણે ચિત્રમાં આળેખેલ માનવ આકૃતિ ન હોય તેમ સ્થિર થઈ ગયો. અત્યાર સુધી પોતે જે રીતે પ્રભુવંદન કર્યું એવું કોઈએ પણ કર્યું નથી એ જાતને અહંભાવ અંતરમાં જોર-શોરથી રમી રહ્યો હતો તેનું એકાએક શમન થઈ ગયું. સૌધર્મપતિની ત્રાદ્ધિસિદ્ધિ અને નમ્ર ભક્તિએ એની આંખ આડેના પડેલો ભેદી નાંખ્યા. આવેલ ગર્વ, અગ્નિ પર જેમ ઘી ઓગળવા માંડે તેવી રીતે ગળવા લાગ્યું, ત્રાદ્ધિને મદ, દેવી શક્તિની આ સમૃદ્ધિ જોતાં જ અદશ્ય થઈ ગયા.
રાજવીના મનમાં તુમુલ યુદ્ધ મચી રહ્યું. અરે! મારી મૂર્ખતા તે કેવી? શકની સંપદા આગળ જેની ગણના સાગરમાં બિન્દ સમી લેખાય, એના પર આટલું અભિમાન ! તો પછી મારી ભક્તિ કેવી ગણાય! પ્રભુ સાથેના મારા બેવડા સંબંધનું શું ? સર્વ કેઈથી ચઢિયાતું કરી દેખાડવાની મારી પ્રતિજ્ઞા પૂર્ણ તો થવી જ ઘટે. શક્રેન્દ્ર મારા ગર્વનું ઉમૂલન કરી જરૂર મારા પર ઉપકાર કર્યો છે. એ પ્રકારનો મારે મદ ખેટ હતો એટલું જ નહિં પણ અસ્થાને હતો એ પૂરવાર કરી આપ્યું છે, છતાં મારી સામે, આવી માર્મિક રીતે, આ જાતને મને પરાભવ પમાડી જાય એ સહન કેમ કરી શકાય ? સાચા ક્ષત્રિયને એ શભાસ્પદ પણ કેમ હોઈ શકે ?
એક તરફ અવની પાળ દશાર્ણભદ્રના મનમાં જબરું મંથન ચાલી રહ્યું છે જ્યારે બીજી તરફ પરમાત્મા શ્રી મહાવીરદેવે અમૃતવાણમાં દેશના શરૂ કરી. કેવળજ્ઞાનરૂપી દિવ્ય આરિસા