________________
[૧૬]
પ્રભાવિક પુરુષ : રાજમહાલયના સુખોને અને ઉર્વશી સમી અંગના યદાના પ્રેમને સમજણપૂર્વક તિલાંજલી આપીને એકાકી નીકળી પડ્યા. પ્રથમ તે વર્ષોના વર્ષો સુધી તીવ્ર તપ તપ્યા, વિવિધ પ્રકારના ઉપસર્ગો મૂકભાવે સહ્યા અને પ્રાંતે આત્મસાક્ષાત્કાર કર્યો. કેવલજ્ઞાનરૂપી અમૂલ્ય આદર્શ મેળવ્યો. એ દ્વારા જગતની વિચિત્રતાઓનું-ચાલતા દંભ, પ્રપંચ અને અજ્ઞાનતા તથા વહેમનું પ્રત્યક્ષ દર્શન કર્યું. એ દશ્ય જોયા પછી, એ સર્વને તોડવાનો નિશ્ચય કરી જનતાને સાચા સ્વરૂપને ખ્યાલ આપવા મેદાને પડ્યા. એમનું નામ વર્ધમાનકુમાર છતાં વધુ પ્રસિદ્ધિ પામ્યા જ્ઞાતપુત્ર મહાવીર તરિકે.
એ કાળે પંડિત ગણાતા પુરુષે યજ્ઞો કરાવતા અને સંખ્યાબંધ પશુઓના બલિદાન દેતા. એ પ્રાણીઓની મૃત્યુવેળાની કારમી ચીસ કે દર્દભર્યા આર્તનાદથી પણ માંસપી એ પામર આત્માઓને અરેરાટી ન ઉપજતી કે કરણ ન આવતી. હસવા જેવી વાત તો એ હતી કે આવું પિશાચતુલ્ય કામ આચરતાં છતાં તેઓ કહેતા કે યજ્ઞમાં હોમાનાર પશુ તો સ્વર્ગ જાય છે! યજ્ઞ કરે એ મહાધર્મનું કામ છે ! આ જાતની સ્વાથી પ્રચારણારૂપી જાળમાં ફસાનાર ભળી જનતાનો પાર નહોતો. આ ઉપરાંત ધર્મ અને પુન્યના નામે જનસમૂહને છેતરી ધનોપાર્જન કરવાના અને બદલામાં આગામી ભવમાં તમને અમુક પ્રકારની સુખસમૃદ્ધિ પ્રાપ્ત થશે એવા ખોટા પ્રભરૂપ પરવાના આપવાના માર્ગો શોધી કાઢ્યા હતા. આ પ્રકારની લીલા સામે ભલભલા ક્ષત્રિય રાજા-મહારાજાઓ પણ આંગળી ચીંધી શકતા નહીં. વત્સ! એ સામે રાજપુત્ર મહાવીરે અપૂર્વ હિંમતથી અને અડગ ધૈર્યથી પોકાર કર્યો કે–
“યજ્ઞ કરવામાં જે હિંસા થાય છે એ ધર્મ નથી. હિંસામાં