________________
દશાર્ણભદ્ર :
[૧૨૩] આખી યે હદય–વીણમાં ઝણઝણાટ પ્રકટે છે. એ જાણવા સારુ રાજવીઓના જીવનમાં ડોકિયું કરીએ. એ સાથે વિચારીએ કે એ એકાદ પ્રસંગ આપણને પ્રાપ્ત ન થાય?
કદાચ પ્રાપ્ત થયો હશે છતાં આપણે એ કાળે બેદરકાર હઈશું તા? એ વિચારણામાં કાળક્ષેપ ન કરતાં-જતં ન રોવામિ’ એ નીતિ-સૂત્રને સંભારી ભૂલ્યા ત્યાંથી ફરી ગણુએ. કથાપ્રવાહમાં આગળ વધીએ. પરંતુ એક વાત ન જ ભૂલીએ કે-પૂર્વપુરુષના કથાનકે અવલંબન અથે જ છે.
પ્રાત:કાળથી જ આજે દશાણપુર શહેરમાં કેઈ અનેરી જાગૃતિ આવી છે. ચોતરફ દડધામ ચાલી રહી છે. કોઈ અશ્વારૂઢ બની દરબારગઢ તરફ જઈ રહ્યા છે તો બીજા વળી ખાસ અગત્યના સંદેશા સાથે મારતે ઘડે દરબારગઢના મુખ્ય દ્વારને વટાવી રહ્યા છે. જડ ગણાતા માર્ગો અને નિશ્રેષ્ટ કહેવાતી પૃથ્વી, ચેતનવતા માનવીઓના ગમનાગમનથી સ્વયમેવ ચેતનવંત થઈ પડેલ છે. શહેરની એકાદ પળ પણ એવી નથી રહી કે જ્યાં થોડા પગ માનવીઓ હજુ આળસ મરડતા ઊઠતા હોય કિંવા મહામુશીબત શય્યાનો મેહ છોડતા હોય. પનઘટ પર તે અત્યારપૂર્વે જબરી ભીડ જામી ચૂકેલી અને નારીવૃદમાં પાણી ભરવા નિમિત્તે સજજડ હરિફાઈ થયેલી, અત્યારે તે કઈ રડીબી પનિયારી પાણી ભરતી દષ્ટિગોચર થાય છે.
ચાહ તા મોટી પોળ તરફ નજર ફેરે કે એકાદી પ્રલિકામાં દષ્ટિ કેકેસર્વત્ર એક જ વસ્તુ દેખાશે અને તે એટલી જ કે ઝટપટ પ્રાત:કાળના આવશ્યક કાર્યોથી પરવારી, સ્વચ્છ અને શોભિતા વસ્ત્રોથી સજજ થઈ દરબારગઢ તરફ જવાની.
દરબારગઢ તો આજે કઈ જુદી જ રીતે દીપી ઊડ્યો છે. એક તરફ સંખ્યાબંધ અશ્વોને હારબંધ ઊભા રાખી તેમના