________________
પ્રહારી :
[ ૧૨૧ ] ત્યારે જ મે કેવા ઉલ્કાપાત મચાવ્યેા હતેા અનેા મને ખ્યાલ આજ્યેા. એ રાજના અનુભવથી સમજાયું કે મારા જેવા નરાધમથી તા માત્ર જનની નહિ પણ જન્મભૂમિ-જાતિ અને સારી ય માનવ સમાજ લાજે છે. એ પછીના દૈનિક અનુભવે પ્રતીતિ થવા માંડી કે શ્રી વીરના આ ઉપાય જ માત્ર એક રામમાણ ઇલાજ છે. એથી મારા પ્રત્યેના વિરોધ લગભગ એગળી ગયા છે. જવલ્લે જ કેાઈ હવે દ્રઢપ્રહારીને કે તેની કાર્યવાહીને યાદ કરે છે. ”
દ્વિજ મહાશય પાકારી ઊચ્ચા: તમારી શયતાનીયતે જ મારા ભાઇનું જ સર્વનાશ કર્યું છે. દુનિયા પર મને એકલેા બનાવી મૂકયા છે. એ સમાચાર સાંભળીને હું વેર લેવા અહીં આવી ચઢ્યો. તમે જ્યાં ચાર મહાત્યા કરી એ મારા સગા ભ્રાતાનું ઘર. વ્યવસાયને કારણે દૂર રહેવા છતાં અમે સ્નેહથી એકબીજાની નજીક હતા, એમાં તમે ભંગ પડાવ્યેા. તમારી પવિત્રતા મેં નજરે ન જોઇ હાત તા જરૂર અત્યારે કાંઇ પણ પરવા કર્યા વગર એ વેરના બદલે લેત.”
""
હજુ તેમ થઈ શકે છે, ભૂદેવ ! આ દેહ તમારે સ્વાધીન છે. સત્વર એનો અંત આણ્ણા અને મારા રહ્યાસહ્યા પાપમાંથી મને છૂટા કરો. ”
66
પૂજ્ય મુનિશ્રી ! મારી ભાવના તમારા કથનથી ફેરવાઇ ગઇ છે. તં ન શોયમ્ એ ન્યાયે જૂની વાત વિસરી જઇ હું પણ શ્રી મહાવીરને ઉપદેશ મસ્તકે ચઢાવુ છુ. તેઓશ્રીનુ શરણુ સ્વીકારવા હું પણ તમારી સાથે આવું છું.
,,
K
આમ દ્રઢપ્રહારીએ પાપના પશ્ચાત્તાપથી આત્મકલ્યાણ સાધ્યું. અહીં ખીજા ગુચ્છકનું ચતુર્થાં પુષ્પ પૂર્ણ થાય છે. એમાં આવેલ ભિન્ન ભિન્ન વૃત્તાંત પરથી વાચક સ્વજીવન માટે ઘણુ ગ્રહણ કરી શકે છે.