________________
[૧૨]
પ્રભાવિક પુરુષો : મારા જેવા અઘોર પાપીને આટલી ધીરજ દેનાર જે કઈ હોય તે તે સાધુજી. હું પ્રભુ વીરની સમીપે પહોંચ્યો. એક જ વાક્ય સાંભળ્યું. અમૃત કરતાં પણ અતિ મીઠું-સંચિત પાપ યા કર્મોને નાશ સમતા અને સહનશીલતાવડે જ થાય છે. અને એક જ ઉપાય તે મહાવિભૂતિએ દર્શાવ્યું કે “જ્યાં જ્યાં તે આવા દારુણ કર્મો આચર્યા હોય ત્યાં ત્યાં ઊભે રહી, અન્યથી કરવામાં આવતાં ઉપસર્ગો સહન કર. સમતાથી નિશ્ચળતાને ધારણ કરી તારાં સર્વ કૃત્ય જનતાની સ્મૃતિમાંથી ભુંસાઈ જાય ત્યાંસુધી તું કાયાત્સર્ગ મુદ્રામાં રહે. એક જ વિચાર મનમાં જાગ્રતા રાખ કે આ બધા તે નિમિત્તમાત્ર છે, ખરે ગુન્હેગાર તો મારે આત્મા જ છે. તારા પાપ ધેવાનો આ જ ધોરી માર્ગ છે. એના જેવો બીજે સરલ માર્ગ નથી.”
“સર્વસની વાણું મારા હૃદયમાં સોંસરી ઊતરી ગઈ. તરત જ મેં મારું અંતિમ જીવન નિર્મળ બનાવવાનો નિશ્ચય કર્યો. એક વાર કર્મ કરવામાં શૂરવીરતા દેખાડી હતી તેને સ્થાને ધર્મમાં શૂરવીરતા દાખવવાનું નકકી કરી. રામે રમૂના ઘસે શૂરા એ પ્રભુવાક્ય આચરણમાં મૂકી બતાવ્યું. ચોતરફ પેદા કરેલો છેષાગ્નિ પ્રેમરૂપ જળથી-મનપણે સહન કરવાની દઢ શક્તિરૂપ વારિથી શાંત કરવાનો પ્રયાસ આરંભ્યો. એ પ્રયોગને આજે છ માસ થઈ ગયા છે. જેને હાથ ઉગામેલ પાછો નહોતો ફરતો અને જેને ઘા ખાલી નહોતો જતો એ આત્માએ સ્વેચ્છાથી અનેકશ: પ્રહારે-જાતજાતના કષ્ટો અને કર્ણકટુ વચન સહન કરવામાં મંદતા નથી દાખવી. પરને કલેશ પમાડવામાં–અન્યને પ્રાણ લેવામાં કેવું દારૂણ દુખ સમાયું છે? તેથી આપ્તજનેમાં કેવી શોકની કાલીમાં પથરાય છે? એકના જવાથી કુટુંબરૂપ પ્રાસાદ કેવા પ્રકારે ખળભળી ઊઠે છે? ઈત્યાદિ વિવિધ પ્રકારના આકદ અને વૃત્તાન્ત મનપણે શ્રવણ કરતાં જ મારી દષ્ટિ ખુલી ગઈ.