________________
દ્રઢપ્રહારી :
[ ૧૧૯ ]
પેલા તરફડતા ગર્ભ મારી સાન ઠેકાણે આણી. એ કરુણ દસ્ય જોતાં જ મારા ગાત્ર ઢીલા પડ્યા. આંખે અધારા આવવા માંડ્યા. તરત જ ત્યાંથી ભાગ્યા. નગર બહાર નીકળી આ અરણ્યમાં આવ્યા ત્યાંસુધી પણ એ ભીષણુ દૃશ્ય મારી નજર સામેથી દૂર ન થયું. અંતરમાંથી એટલે જ અવાજ સંભળાતાઃ——
*
‘ આ તે શું કર્યું ? ચારી લૂંટફાટ તે ઠીક પણ એક સામટી ચારે મહાહત્યા ! ગાય, દ્વિજ, સ્ત્રી અને બાળક જેવા નિરપરાધી ગણાતા આત્માઆના એક સામટા વધુ ! અધ...ધ...ધ!!'
66
ધરણી પણ આવા દુરાત્માને કેમ ધારણ કરે ? આથી તે કોઇ મહાન પાપ મીનુ કર્યુ હાય ? ફાંસીને માંચડા તા નજર સામે દેખાતા હતા અને એ કરતાં પણ વધુ જોરથી પાપરૂપ કીટા મારું કલેજુ કાતરતા હતા. પૂર્વે પ્રાણ તેા ઘણાના લીધા હતા પણ આવી અરેરાટી નહેાતી ઉદ્દભવી. જાણે મારા હૃદયમાં મહાભયંકર દાવાનળ સળગી ઊઠ્યો ન હેાય એમ હુ બળવા લાગ્યા. સામેની ટેકરી પરથી અપાપાત કરી પ્રાણના અંત આણવાના નિરધાર કરી હું દોડ્યો.
66 મચ્છુ ભાગ્યની કેાઇ અનેરી પળે એકાદ સત કેવળ પ્રેમ અને શાંતિની સામ્ય મૂર્તિ સમા મળ્યા. ઉપદેશ અંજનથી મારા અ ંધ અનેલા નેત્રા તેમણે ઉઘાડ્યા. મારી કલ ક–કથા સાંભળીને એમાંથી અચવાને એક જ ઉપાય કહ્યો-તે એ જ કે ‘પરમાત્મા મહાવીર દેવને શરણે જા. તે જે પાપરાશિ સંચિત કર્યા છે. તે સથા ભસ્મીભૂત કરી આત્મનિર્મળતા પ્રાપ્ત કરવા જો કાઇ યથાર્થ ઇલાજ દેખાડવા સમર્થ હાય તા માત્ર તે જ વિભૂતિ છે. બાકી ચારિત્રને માર્ગ સ્વીકાર્યા વગર હવે તારેા ઉદ્ધાર નથી. સંયમ અને તપરૂપ વારિયેાધ વિના તારા પાપરૂપ કીચડ નથી ધાવાવાને ’
“ મહાનુભાવ ! મેં સાચા હૃદયે ત્યાં જ સાધુવેશ સ્વીકાર્યો.