________________
[૬]
પ્રભાવિક પુરુષ :
દાન દઈને સામાયિક( સંસારીપણાનું–આદ્રકુમારનું પૂર્વભવનું નામ)ને સાચા સામાયિકનો-ખરી સાધુતાનો ખ્યાલ કરાવ.” આમ વિચારી બંધુમતી સાથ્વી તે અનશન કરી કાળધર્મ પામી સ્વર્ગે ગઈ, પણ મનથી જેણે સાધુવ્રત ખંડિત કરેલું છે એવો હું પાછળ રહ્યો. હું પણ દેખાદેખીથી અનશન કરી સ્વર્ગ ગયો અને ત્યાંથી ચવી આ અનાર્ય દેશમાં ઉપ. ”
જાતિસ્મરણજ્ઞાનના પ્રભાવથી આદ્રકુમારની દષ્ટિ બરાબર ખુલી ગઈ. તેણે એક જ નિરધાર કરી લીધું કે કઈ પણ ભોગે આર્યદેશમાં પહોંચવું ને ભૂલ્યા ત્યાંથી ફરીથી ગણવું અર્થાત ભાગવતી દીક્ષા સ્વીકારવી.
આ વાત કેટલાય સમય સુધી ગુપ્ત રાખી આદ્રકુમારે જાણે કંઈ બન્યું જ નથી એવો દેખાવ કરી અંદરખાનેથી ગુપ્ત તૈયારી કરવા માંડી. ફરવા જવાના મિષે દૂર સુધી અશ્વો દોડાવવા માંડ્યા. કેટલીયે વાર રાજધાનીથી ઘણે દૂર દરિયાના કિનારા પર્યત પહોંચી જતે. મુસાફરી અર્થે ગમનાગમન કરી રહેલાં જહાજ–વહાણ અને પડાવ તો તેમ જ નાવિકે અને ખારવાઓને કંઈ કંઈ પૂછતો.
એક તરફ કુમારની તૈયારી વૃદ્ધિ પામતી હતી ત્યારે રાજા પણ મૂંગે નહોતો બેઠે. આદ્રકુમારની વાત પરથી જ એણે જાણું લીધું હતું કે જરૂર એ ગુપ્તપણે નીકળી જઈ ભારતવર્ષ તરફ પ્રયાણ કરી જશે, તેથી સાવચેત બની કુંવરની દેખરેખ માટે પાંચ સો સુભટને નિયત કરી રાખ્યા હતા. જ્યાં જ્યાં કુમારના પગલાં પડતાં ત્યાં ત્યાં આ સંરક્ષક સાથે જતા.
પણ નિશ્ચયી શું નથી કરી શકતો ? કુમારે પાંચ સો રક્ષકેને વિશ્વાસમાં લેવા સારુ જાતજાતની યુક્તિઓ છે. કેટલીક વેળા અશ્વને આગળ દેડાવી જઈ, થોડા સમયમાં પાછો