________________
આદ્રકુમાર :
[ ૧૧૧ ] મહારાજ ! એ માટે હું આપના પુત્ર આ અભયકુમારને જણી છું. એ મહાનુભાવને જેટલે ઉપકાર માનું એટલે ઓછા છે. તેમણે મારા કલ્યાણના કારણરૂપ જિનબિંબ ન મોકલ્યું હોત તો આજે હું કઈ દુનિયામાં, કેવું યે વિચિત્ર જીવન જીવતો હોત.”
મુનિશ્રી, શ્રેણિક મહારાજ અને અભયકુમાર આદિ માનવગણ વૈભારગિરિના શિખરે પહોંચ્યા ને ત્રણ જગતના સ્વામી શ્રી વર્ધમાનપ્રભુની સેવામાં ઉપસ્થિત થયા.
આમુનિએ શેષ જીવન નિર્દોષ ચારિત્રપાલનમાં ગાળી, આત્મકલ્યાણ સાધ્યું. અનાર્ય દેશમાં જન્મ્યા છતાં પુરુષાર્થથી સર્વ કંઈ મેળવ્યું. આ કથાનકમાંથી ઘણી જાતની પ્રેરણા મેળવી શકાય તેમ છે. એ વાત વાંચકના હૃદય પર છોડી હવે પછી એક હત્યારાના જીવનમાં ડોકિયું કરીએ.