________________
આર્દ્ર કુમાર :
[ ૧૦૯ ]
સૂંઢ અવનત કરી એવા નમ્રભાવ દાખવ્યા કે− જો તેને તિર્યંચપણામાં મનુષ્ય જેવી સામગ્રી મળી હાત તા તે મારા એક શ્રદ્ધાળુ સેવક બની રહેત એવા મૂક સ ંદેશા એમાંથી મળી રહેતા હતા. ' આટલુ કરી તે હાથી અરણ્ય પ્રતિ દોડી ગયા.
,
આશ્રમવાસી તાપસાને વિસ્મય અને દુઃખ સાથેાસાથ ઉપજ્યા. તિય ચ જેવાના ધન આપેાઆપ મને દેખતાં તૂટી જાય એ ચમત્કાર વિના ક્યાંથી સંભવે ? એ મંતવ્ય વિસ્મયતાનુ અને ચિરકાળ સુધી જેનુ માંસભક્ષણ કરવા કામ આવત એ પ્રાણી આમ ચાલ્યું ગયું એથી થયેલું દુ:ખ ! ( એ તાપસેા હાથીને મારીને જ નિર્વાહ ચલાવતા હતા. )
"
“ અવનીપતિ ! મારે માટે ભૂમિકા તૈયાર જોઈ, મે નિમ્ન શબ્દોમાં મારું કાર્ય આરહ્યુ. મેં તે તાપસાને કહ્યું–‘ મહાનુભાવા ! શા સારું વિષાદ ધરા છે? ત્યાગજીવનની મધુર સુગ ધ જ્યાં પ્રસરી રહી છે ત્યાં આજીવિકાના આવા પ્રલેાભન શા ? શા માટે પાપ-પકથી તમારે હાથ ખરડવા પડે દેહદમન અર્થે સંસારના વિલાસાને લાત મારનારા તમારે પોષણ સારું એક પંચેન્દ્રિય તિર્યંચને આંગણે આંધવાપણું કે આશ્રમ ખડા કરી એક સ્થાને નિયત વસવાપણું શા કારણે ? આમ તા તમે દયાની હિમાયત કરી છે. મુખથી વો છે કે જેમ આછા જીવના ઘાતે જીવનનિર્વાહ થાય તેમ વધારે સારું, તા પછી એટલેા વિચાર કેમ નથી કરતા કે જેની સામગ્રી નહિં જેવી છે અને જે હજી સુષુપ્ત દશામાં છે એવા એકેન્દ્રિય પદાર્થોથી જો ચલાવી શકાતુ હાય તા જેને આપણા જેવી જ પાંચ ઇંદ્રિયા પ્રાપ્ત થઇ છે અને આપણા સરખી જ સુખ-દુઃખની લાગણીએ જે અનુભવી શકે છે તેવા પંચેંદ્રિય જીવના નાશવડે શા માટે સ્વદેહનું રક્ષણ કરવું ? વળી એમ કહેવું કે એ તા માત્ર એક જ જીવના ઘાત છે ને ? પણ જોડે એ જાણી લેવાની જરૂર છે