________________
[ ૧૦૮ ]
પ્રભાવિક પુરુષો : સંસારમાં રેકાઈશ ને મારી પિતા તરિકેની ફરજ અદા કરીશ.” કુદરતને સંકેત પણ એ કે એ આંટા બાર થયા.
રાજવી! એ સુતરના તાંતણું તેડવામાં મને જે મુશ્કેલીઓ નડી છે અને જે અનુભવ પ્રાપ્ત થયો છે તેની આગળ બીજું બધું કશી ગણત્રીમાં નથી.
આમ છતાં પત્ની-પુત્રની હસતે મુખડે વિદાય લઈ હું મેદાને પડ્યો. હૃદયને એકે ખૂણે પણ હવે નેહાદ્ધ ન રહ્યો. એ દ્રઢતાએ એક સમયના મારા પાંચસો અંગરક્ષકો-જેઓ મારા પલાયન થયા પછી મારા પિતાની બીકે પાછા ન ફરતાં જહાજમાં ચઢી આ અજાણી ભૂમિમાં આવેલા અને લૂંટફાટ કે ચારવૃત્તિથી જીવનનિર્વાહ ચલાવતા હતા તેમને ઉપદેશ આપી, તેમના જીવન અજવાળ્યા. મગધના સીમાડે હસ્તી–તાપસીના આશ્રમ સમિપ આવતાં જ લોખંડની શૃંખલાઓ વડે જેના પગ બંધાયેલા હતા એવા એક હાથીએ અન્ય પથિકને વંદન કરતાં જે કઈ અગમ્ય સંકેત જ ન હોય તેમ મને વંદન કરવાની ભાવના સેવી, અને સાચી ભાવનાને શું અશકય છે? “મન ચંગા તો થરોટમેં ગંગા એ ઉક્તિ અનુસાર મારા પ્રતિ દષ્ટિ કરતાં જ તેની સાંકળે તૂટી ગઈ! મુક્ત થતાં જ ગજરાજ મારા પ્રતિ ધસી આવ્યું. ચોતરફ પિોકાર ઊડ્યો. : “અરે સાધુજી! દૂર ભાગે, દૂર ભાગે, નહિ તો એ મદમસ્ત પ્રાણ તમને મારી નાંખશે.” : “મગધના ધણી! મેં એ સૂચના ન ગણકારી. “પૂર્વના સંચિત વગર વિડંબના નથી પમાતી.” એ આગમવચન પર મને શ્રદ્ધા હતી. છકાયના જીવોને કાયમી અભયતા અપી, હું નિર્ભય બન્યો હતો. એટલે મારે ભય રાખવાપણું નહોતું જ અને - બન્યું પણ તેમ જ. ઉન્મત્ત ગજરાજે તો મને વંદના કરી અને