________________
દ્રઢપ્રહારી :
[૧૧૭] ધબધબ પડવા માંડ્યા. વળી કેઈ તો એના કાન આમળવા લાગ્યા, તો બીજા વળી હાથે મરડવા લાગ્યા. દરેકથી અપાય તેટલું દુઃખ આપી, કદર્થના પમાડી વેર વાન્યાને આનંદ અનુભવતું ટોળું નગર તરફ પાછું ફર્યું.
આ તો એકાદ બનાવની ઝાંખી કરાવી. આવું તો રોજ બનતું. મુનિ સવારથી મધ્યાહ્ન પર્યત મૈનપણે ધ્યાનસ્થ દશામાં ઊભા રહેતા અને નગરજનતા જાતજાતના ઉપદ્ર, પૂર્વની વાતો સંભારી સંભારીને કરતી. ભાતભાતના વિશેષણે લગાડતી. એ ઉપાલંભ સામે કે એ અપાતાં કષ્ટ પ્રત્યે મુનિશ્રી તરફથી એક સીસકારો સરખે પણ ન સંભળાતો કે રોષ યા શ્રેષની લાગણી પણ જન્મતી. સહનશીલતાથી એ સર્વ ઉપસર્ગ મૂકભાવે સહન કરતા.
આમ આઘાત સામે પ્રત્યાઘાત ન થતો હોવાથી નગરજનતામાં પણ વૈરની લાગણી ઘટવા માંડી. કેટલાકને મુનિના પૂર્વ જીવનની વાત વિસારે પડવા માંડી, કેઈકમાં તેમના પ્રતિ ભકિતભાવ પ્રગટ્યો. આમ છતાં હજુ પણ થોડાક તો એવા હતા કે જેમને કંઈ ને કંઈ પીડા ઉપજાવ્યા વગર ચેન પડતું નહીં.
અવા એક ટોળાનું વર્તન આપણે જોઈ ગયા. થોડી વાર થતાં જ એવું બીજું ટોળું આવ્યું. સામેથી આવી રહેલ એક શકટમાં બેઠેલા એક દ્વિજ મહાશયે મુનિ સામે થઈ રહેલા વિવિધ પ્રકારના પ્રહારો નજરે જોયા. તરત જ નીચે ઊતરી, ટોળાને સમજાવી પાછું વાળ્યું અને ગાડાવાળા તરફ ફરીને પ્રશ્ન કર્યો કે–
આ નગરના માનવીઓ આટલા બધા નીચ કેમ બન્યા છે કે આવા એક સંત પ્રત્યે આ જાતનું હલકટ વર્તન ચલાવી રહ્યાં છે? સંતના દેહ પર આ જાતના મારથી ઊઠી આવેલી નિશાનીઓનો પાર નથી. એ દ્વારા થતાં કષ્ટની પીડા એ સમજાય