________________
[ ૧૧૪]
પ્રભાવિક પુરુષો : તેવી વસ્તુ છે. આ સંબંધમાં રાજ્ય તરફથી કંઈ પગલા નથી ભરાતા? આ અન્યાય કેમ ચલાવી લેવાય છે?”
“મહાશય! મને કંઈ વિશેષ ખબર નથી પરંતુ લોકવાયકા પ્રમાણે મારા કાને એટલી વાત આવી છે કે આજ છેલ્લા છ માસથી એકાદ સાધુ કે જેનું આગવું જીવન ચરી ને મારફાડમાં વ્યતીત થયું હતું, તે કુશસ્થળ નગરના દરવાજે ધ્યાન ધરે છે અને સામે લેશ પણ પ્રતિકાર કર્યા વગર કરવામાં આવતી સર્વ કદર્થનાઓ મૌનપણે સહન કરે છે.”
શકટ-વાહકની વાત સાંભળીને દ્વિજ મહાશયનું આશ્ચર્ય વૃદ્ધિ પામ્યું. શહેરમાં જવાનું ઠરાવેલું છતાં ગાડાવાળાને ભાડાની રકમ આપી તે ત્યાં જ ઊતરી પડ્યા. સમીપમાં આવેલ એક વિશાળ ઘટાવાળા વૃક્ષની નીચે પોતાનો સામાન રાખી, એકાદી શેતરંજી બિછાવી, મુનિશ્રીને હજુ કેવી જાતની કલામણાઓ થાય છે એ જોવા લાગ્યા.
નવું તો શું બનવાનું હતું ? એ ધોરી માગે થી પસાર થનાર જવલ્લે જ કોઈ એવી વ્યક્તિ જડતી કે જેની દષ્ટિ મુનિ પ્રત્યે ન ખેંચાતી. ભાગ્યે જ એમને જોઈ કઈ બબડ્યા વગર રહેતું. કટુ શબ્દોની કે ફીટકારની તો ધારા વહી જતી. પ્રહાર કરનારનું સંખ્યાબળ કમી થયું હતું. આમ છતાં ખૂબી તો એ હતી કે સાધુજીની પવિત્રતા કે તેમના સમભાવ તરફ કેઈનું પણ દિલ ખેંચાયું નહોતું. આમ કેટલીયે ઘડીઓ વીતી ગઈ. વૃક્ષ હેઠળ ભૂદેવ કલ્પી રહ્યા હતા તેવા પ્રસંગ બન્યું. એક ખેડૂતને મુનિશ્રી પ્રત્યે ભક્તિભાવથી હાથ જોડી નમન કરતો જોયે. તરત જ ભૂદેવ ત્યાં દેડી ગયા અને એ ખેડૂતને પૂછવા લાગ્યા કે –
ભાઈ! આ બધું છે શું? આવી વિચિત્રતા તો અહીં કુશસ્થળમાં જ જોઈ. આવા સાધુપુરુષ સામે જનતાને આવો