________________
આદ્રકુમાર :
[૧૭] હું મન છું. તેઓની ગેરહાજરીમાં પણ હું તારું ને મારું પિષણ કરીશ. હું કુલીન કુટુંબની તનયા હાઈ મારે એ જ ધર્મ છે. એટલું ખમીર મારી છાતીમાં હજુ ભર્યું છે.”
માડી ! તારી વાત તને શેભે તેવી છે છતાં તે તારી પાસે રહે. હું આ સુતરવડે જ સ્વસંતાન પ્રત્યેની ફરજને અભરાઈએ ચઢાવનાર પિતાને બાંધી રાખીશ અને એ દ્વારા તેમની ફરજનો ખ્યાલ કરાવીશ.”
રાજન ! તમે ગમે તેમ માને પણ, મારી નિદ્રાવસ્થામાં મા-દિકરા વચ્ચે જે વાતચીત ચાલી છે એને ભાવ મારા ઉપર્યુક્ત વર્ણનમાં આવી જાય છે. મગધ દેશના સ્વામી ! આપને હું શું કહું? ફકીરીનાં સ્વાંગ ધરવાને ઉઘુક્ત થયેલ હું આખરે તે એક માનવી જ હતો. મારા હૃદયના સ્નેહ-ઝરણા તદ્દન નહોતા સૂકાઈ ગયા. ઊંડે ઊંડે ત્યાં એકાદ ખૂણામાં પત્ની કે પુત્રને નહિં પણ જીવ અથવા આત્મા પ્રત્યેનો પ્રેમ તે ઢંકાયેલ પડ્યો જ હતો. એ પ્રેમમાં જ હું દયાના દર્શન કરતો અને અહિંસાના આદર ભાળતો. પત્ની ધર્મની વાત શ્રવણ કરી મારું હૃદય થનગની ઊઠયું. આર્યાવર્તની એ મહાદેવીઓના આવા પવિત્ર જીવન પ્રત્યે મને બહુમાન પેદા થયું. આજે પણ એ મહાસતીઓના ચરણમાં મારું મસ્તક અવનત થાય છે. અપેક્ષાના દષ્ટિબિન્દુને વેગળું મૂકીએ તો નારીજાતમાં દૂષણ જેનારે કેવળ એકાંત દેષ જ જોયા છે. તરત જ મારા ચક્ષુ સામેના આવરણો એ બનાવથી ખસી ગયા. પિતાધર્મનું મને ભાન થયું. મારા કલ્યાણ કરતાં પણ મને એમાં વધુ કલ્યાણ દેખાયું અને તેથી મેં એ નાના બાલુડાની પીઠ થાબડતાં હર્ષિત હૈડે જણાવ્યું કે–
વત્સ! તારે ચોકી કરવાની હવે જરૂર નથી. બેટા! તે સુતરના જેટલા આંટા મારા પગે વીંટ્યા છે તેટલા વર્ષ હજી હું