________________
આદ્રકુમાર : *
[ ૧૦૫] બેઠે થયે અને શ્રીમતી પણ મુખ પર હાસ્યની લાલીમા પાથરતી નજીકમાં આવી. ઉભય વચ્ચે વાર્તાલાપ શરૂ થયો.
પ્રિયા! તું મને ઉત્તર ન આપી શકી પણ તે આ બાળકને શણગાર્યો ને ? ”
નાથ ! એવું કંઈ જ નથી. હું તે માત્ર પતિના વિરહસમયે પત્નીને હાયભૂત થનાર અને પતિવ્રતા ધર્મના પાલનમાં મદદકર્તા રેંટીયાને આશ્રય લઈ સુતર કાંતવા બેઠી હતી. એ વખતે આપણે આ બાળક રમવા ગયેલે ત્યાંથી અચાનક આવી ચઢ્યો. મને રેંટીયે ફેરવતી જોઈ પ્રશ્ન કર્યો–
માડી! આપણા ઘરમાં ધનસંપત્તિની લીલાલ્હેર છતાં કોઈ દિ' નહીં અને આજે એકાએક તે આ શું આરંવ્યું છે?”
બેટા! તારા પિતા આપણને છોડી સાધુ થનાર છે. આમ છત્રરૂપ તેમનો વિયોગ થતાં આ રેંટીયા જ માત્ર નોધારાના આધારભૂત આપણે રક્ષણહાર છે. તું જાણે છે કે નવી આવક ન હોય અને વ્યય ચાલુ હોય તો ભર્યા ભંડાર પણ ખાલી થઈ જાય ! કમાનારના ગયા પછી આપણી સંપત્તિ ક્યાં સુધી ટકવાની? તું ઉમરલાયક થાય ને કંઈ કમાઈ લાવે ત્યાં સુધી આજીવિકા ચલાવવાની જોખમદારી મારે શિર તો ખરી જ ને! વળી સ્ત્રીને સ્વામી સદૃશ એક માત્ર સુખનું સ્થાન ને સ્નેહનું વિશ્રામસ્થળ જતાં નવરા પડેલા મનને નિયંત્રિત કરી, બેટા માર્ગે ચઢવા ન દેતાં સીધા રાહે કાયમ રાખી, ઘર આંગણે બેઠા બેઠા જે આવકમાં કંઈપણ સહાય આપનાર સાધન હોય તો આ એક માત્ર રેંટીયે જ છે. વિશેષમાં જણાવું તે સદા ધોળા રૂને નિરખવાનું હોવાથી હદય પણ કઈ જાતના વિકારવિહેણું એ વેત કાપસ માફક સ્વચ્છ રહે છે, અર્થાત્ એ પરિશ્રમમાં ઈતર કઈ ચીજનો ખ્યાલ