________________
[૧૦૪]
પ્રભાવિક પુરુષો : - શ્રીમતી પણ કુલીન કુટુંબની તનયા હતી. પ્રેમવશ થઈ તે મને વરી હતી છતાં તેને એટલે જરૂર ખ્યાલ તો હતું જ કે મારો રાહ સદાને માટે એક સંસારી તરિકે રહેવારૂપ ન હતા. વળી વિષયમાં કીડા જેવી વૃદ્ધિ ધરવા જેવો તેને સ્વભાવ પણ નહોતો. આમ છતાં દુનિયામાં બને છે તેમ પતિ જેવું છત્ર સદાને સારું ચક્ષુથી અદશ્ય થતાં જે દુઃખ એક પતિવ્રતાને થાય તેનાથી એ અલિપ્ત કેમ રહી શકે? નારી જાતના એ હૃદયને પાર પુરુષવર્ગ માટે અણપામ્યો જ રહેવાને.
સહન કરવું એય છે એક લ્હાણ” જેવા ભાવને સમજનારી એ લલના મારા પ્રશ્ન સામે અવાક્ રહી.
હું પણ એના ખુલાસા માટે અધીરે ન બને. મધ્યાહ્ન સમય પછીની મીઠી નિદ્રામાં મારા નેત્રો ઘેરાયા. કેટલીયે ઘટિકાઓ પસાર થઈ ગઈ. જ્યારે જાગૃત થયો ત્યારે મારા બન્ને પગ સુતરના કાચા તાંતણાથી બંધાયેલા જોયા. સમિપમાં જ મારા બાલુડાને એક પહેરેગીર એકાદા કેદીની રક્ષામાં ખડે પગે ઊભું હોય તેમ મારી ચોકી કરતો જોયે. આ દશ્ય નિહાળી હું વિસ્મયતામાં ડૂબી ગયે. કંઈ પ્રશ્ન કરું તે પૂર્વે તો એ બેલી ઊઠ્યો :
મેં તમારા પગ બાંધી દીધા છે, હવે તમે કઈ રીતે અમને મૂકી નાશી જશે અને દીક્ષા લઈ સાધુ બનશે ?”
સાધુ બનશે” એ શબ્દો શ્રવણ થતાં જ મને શ્રીમતી સાથેનો વાર્તાલાપ સ્મૃતિપટમાં તાજે થયે. પગ તરફ નજર પડી તો સુતરના તાર વીંટાયેલા જોયા. વળી શ્રીમતીને રેટીયે ફેરવતી નિહાળી એટલે પરિસ્થિતિનું માપ નીકળ્યું. એટલું તે સમજાયું કે મારા નિદ્રાસમય દરમિયાન મા-દીકરા વચ્ચે મારી પ્રવ્રજ્યા પરત્વે કંઈ વિચારણા થઈ છે ખરી. હું હસતે હસતે શય્યામાં